G20 બેઠક શું છે ? જાણો તેની શક્તિઓ અને લક્ષ્યો વિશેની તમામ માહિતી
1999માં તેની રચના બાદ 24 વર્ષમાં 18મી કોન્ફરન્સ નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે
તેની પ્રથમ કોન્ફરન્સ 14-15 નવેમ્બરના રોજ વોશિંગ્ટન, USA માં યોજાઈ હતી, જયારે બીજી કોન્ફરન્સ 2 એપ્રિલ 2009માં યોજાઈ હતી
ભારતમાં G20 દેશોની બેઠક નવી દિલ્હીમાં 8 થી 10 સપ્ટેમ્બર વચ્ચે યોજાવા જઈ રહી છે. ભારતમાં આ પ્રથમ વખત આટલી મોટી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ એક વર્ષથી ચાલી રહી હતી. ભારતમાં 18મી G20 સંમેલન યોજાવા જઈ રહી છે, આ પહેલા 17 વખત બેઠક થઈ છે. G20ની સ્થાપના વર્ષ 2008માં થઈ હતી અને તેની પ્રથમ બેઠક અમેરિકામાં થઈ હતી.
ભારતમાં યોજાનારી આ કોન્ફરન્સમાં એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નથી આવી રહ્યા તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ નહીં આવે. ચીન તરફથી તે દેશના વડાપ્રધાનને આ સંમેલનમાં મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે આ G20 કોન્ફરન્સ શું છે અને તેનો હેતુ શું છે?
સૌથી પહેલા જણાવીએ કે G20 ની રચના કેવી રીતે થઈ હતી. આ વાસ્તવમાં G8 દેશોનું વિસ્તરણ છે. શરૂઆતમાં G-7 ગ્રુપ હતું, જેમાં કેનેડા, અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન તેના સભ્યો હતા. પરંતુ, વર્ષ 1998માં રશિયામાં આ ગ્રુપમાં જોડાયું હતું. આ ઉપરાંત G20 દેશોમાં ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ચીન, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU).
G20 શું છે?
વર્ષ 1999 પહેલા એશિયા કેટલાક વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને તે પછી જર્મનીના બર્લિનમાં G8 બેઠક દરમિયાન G20ની રચના કરવામાં આવી હતી. વર્ષ 2007માં, વૈશ્વિક આર્થિક સંકટ પછી, G20 ફોરમ રાષ્ટ્રપ્રમુખના સ્તરે બનાવવામાં આવ્યું હતું. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં G20 ગ્રુપની પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી. G20 સમિટનો હેતુ વિશ્વના અગ્રણી આર્થિક દેશોની પરિષદ છે, જ્યાં સભ્ય દેશો વૈશ્વિક અર્થવ્યવસ્થા, નાણાં, વેપાર, રોકાણ અને ક્લાઈમેટ ચેન્જ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરે છે. G20 દેશો વિશ્વના GDPમાં લગભગ 85 ટકા હિસ્સો ધરાવે છે. વધુમાં, તે વિશ્વના કુલ ઉત્પાદનમાં 80 ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.
G20ની બેઠક ક્યાં અને ક્યારે યોજાઈ ?
- G20ની દર વર્ષે બેઠક મળતી નથી.
- 1999માં તેની રચના બાદ 24 વર્ષમાં 18મી કોન્ફરન્સ નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે.
- પ્રથમ કોન્ફરન્સ 14-15 નવેમ્બર 2008ના રોજ વોશિંગ્ટન, USAમાં યોજાઈ હતી.
- બીજી કોન્ફરન્સ 2 એપ્રિલ 2009માં યોજાઈ હતી.
- 24-25 સપ્ટેમ્બર 2009ના રોજ પીટ્સબર્ગ, USAમાં ત્રીજી G20 કોન્ફરન્સ યોજાઈ હતી.
- ચોથી કોન્ફરન્સ ટોરોન્ટો, કેનેડામાં 26-27 જૂન 2010ના રોજ યોજાઈ હતી.
- પાંચમી કોન્ફરન્સ 11-12 નવેમ્બર 2010ના રોજ દક્ષિણ કોરિયાના સિયોલમાં યોજાઈ હતી.
- છઠ્ઠી કોન્ફરન્સ 3 અને 4 નવેમ્બર 2011ના રોજ કેન્સ, ફ્રાન્સમાં યોજાઈ હતી.
- સાતમી સમિટ મેક્સિકોમાં 18 અને 19 જૂન 2012ના રોજ યોજાઈ હતી.
- ત્યારબાદ વર્ષ 2012માં રશિયામાં આઠમી સમિટ યોજાઈ હતી.
- નવમી કોન્ફરન્સ 15-16 નવેમ્બર 2014ના રોજ પિટ્સબર્ગમાં થઈ હતી.
- દસમી કોન્ફરન્સ 15-16 નવેમ્બર 2015ના રોજ તુર્કીમાં યોજાઈ હતી.
- અગિયારમી કોન્ફરન્સ 4-5 સપ્ટેમ્બર 2016ના રોજ ચીનમાં યોજાઈ હતી.
- બારમી સમિટ 7-8 જુલાઈ 2017 ના રોજ હેમ્બર્ગ, જર્મનીમાં યોજાઈ હતી.
- તેરમી કોન્ફરન્સ આર્જેન્ટિનામાં 1 ડિસેમ્બર 2018ના રોજ યોજાઈ હતી.
- ચૌદમી કોન્ફરન્સ 28-29 જૂન 2019ના રોજ ઓસાકામાં યોજાઈ હતી.
- 2020માં સાઉદી અરેબિયામાં કોરોના દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 15મી કોન્ફરન્સ 21 અને 22 નવેમ્બરે યોજાઈ હતી.
- સોળમી કોન્ફરન્સ 30-31 ઓક્ટોબર 2021ના રોજ ઈટાલીના રોમમાં યોજાઈ હતી.
- સતરમી કોન્ફરન્સ વર્ષ 2022માં 15-16 નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયામાં યોજાઈ હતી.
- ભારતમાં 9-10 સપ્ટેમ્બરે 18મી G20 કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે.
- 19મી કોન્ફરન્સ 2024માં બ્રાઝિલમાં યોજાઈ શકે છે.
G20 પાસે શું શક્તિઓ છે?
G20ના અધિકારોની વાત કરીએ તો, યુનાઈટેડ નેશન્સ તરફથી G20ને કોઈ કાયદાકીય સત્તા આપવામાં આવી નથી. તેમજ તેના સભ્ય દેશોને UNના નિર્ણયને સ્વીકારવાની કોઈ કાયદાકીય ફરજ નથી. મુખ્યત્વે G20 સભ્ય દેશો વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થાને મજબૂત અને પ્રોત્સાહન આપવા પર ચર્ચા થાય છે. જેમાં શિક્ષણ, રોજગાર અને ખાદ્યપદાર્થોના ભાવને નિયંત્રિત કરવા જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવે છે.
તેનું કોઈ મુખ્યાલય નથી. G20ના પ્રમુખનો નિર્ણય ટ્રોઇકા દ્વારા લેવામાં આવે છે અને દરેક કોન્ફરન્સનું આયોજન વર્તમાન, ભૂતકાળ અને ભાવિ રાજ્યના વડાઓના સમર્થનથી કરવામાં આવે છે. આ વખતે ટ્રોઇકામાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ છે.