Get The App

ડિપોઝિટ ડૂલ થવી એટલે શું? જાણો લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણી દરમિયાન શું હતી સ્થિતિ

સ્વતંત્ર ભારતની નવી સરકાર ચૂંટવાની હોવાથી ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી ખાસ હતી

1951-52ની ચૂંટણીમાં અનેક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ડિપોઝિટ ડૂલ થવી એટલે શું? જાણો લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણી દરમિયાન શું હતી સ્થિતિ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, જ્યાં ઘણા નેતાઓને મોટી જીત મળશે, ત્યાં ઘણા નેતાઓ એવા પણ હશે જેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. એવામાં તમે અવારનવાર સાંભળ્યું હશે કે ચૂંટણીમાં ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. આખરે આ ડિપોઝિટ જપ્ત શું છે? કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ? ચાલો જાણીએ 1951માં યોજાયેલી આ ચૂંટણીની સંપૂર્ણ વિગતો…

કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ?

ચૂંટણી પંચના ડેટા અનુસાર, પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કુલ 1874 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 745 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. રાષ્ટ્રીય પક્ષોની વાત કરીએ તો 1217 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 344 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

ડિપોઝિટ ડૂલ થાય એટલે શું અને કેમ આપવી પડે?

ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર કુલ માન્ય મતોના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6 ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય, તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. આ પછી તેના દ્વારા જમા કરવામાં આવેલી રકમ સરકારની તિજોરીમાં જાય છે. લોકસભાની ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ. 25,000  અને SC, ST કેટેગરીના ઉમેદવારોએ રૂ. 12,500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહે છે. આ ડિપોઝિટ લેવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ડિપોઝિટ ભરવાથી ઉમેદવાર ચૂંટણીમાં ગંભીરતાથી ભાગ લે, જેથી ચૂંટણી પ્રક્રિયા સરળ બને. 

કઈ સ્થિતિમાં ડિપોઝિટ પાછી મળે?

જો મતદાન પહેલા જ ઉમેદવાર મૃત્યુ પામે અથવા તેની ઉમેદવારી રદ થાય કે પછી તે ચૂંટણીપંચે નક્કી કરેલા સમયમાં જ ઉમેદવારી પછી ખેંચી લે છે તો તેતે ડિપોઝિટ પાછી મળી જાય છે. આ સિવાય જો ઉમેદવાર 16.6 ટકા મત નથી મેળવતો તેમ છતાં તે જીતી જાય છે તો પણ તેને ડિપોઝિટ પાછી મળી રહે છે. 

કોંગ્રેસે હાંસલ કરી હતી જંગી બહુમતી

પહેલી લોકસભા ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી યોજાઈ હતી. તેમાં કુલ 489 બેઠકો હતી. જો કે, તે સમયે મતદાન માટે લઘુત્તમ વય 21 વર્ષ હતી. હવે તે 18 વર્ષનો છે. આ ચૂંટણીમાં 54 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં 14 રાષ્ટ્રીય પક્ષો અને બાકીના પ્રાદેશિક અને સ્વતંત્ર પક્ષો સામેલ હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને પ્રથમ ચૂંટણીમાં જંગી બહુમતી મળી હતી. કોંગ્રેસને 364 બેઠકો મળી હતી.

દેશની સરકાર ચોથી જૂને નક્કી થશે

લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ સાથે રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. જ્યારે બીજેપીની આગેવાની હેઠળના એનડીએએ 400 સીટનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન સખત લડત આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને નક્કી થશે કે ઇન્ડિયા ગઠબંધન કે NDA સરકાર બનાવશે.

ડિપોઝિટ ડૂલ થવી એટલે શું? જાણો લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણી દરમિયાન શું હતી સ્થિતિ 2 - image


Google NewsGoogle News