પાડોશી રાજ્યની દિગ્ગજ પાર્ટીને એક પણ બેઠક નહીં આપે ભાજપ! તોય I.N.D.I.A ને થશે નુકસાન

ભાજપ ડીલ પ્રમાણે લોકસભા નહીં પણ વિધાનસભામાં વધુ બેઠકો ફાળવી શકે છે, બદલામાં કરી આ માગ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
પાડોશી રાજ્યની દિગ્ગજ પાર્ટીને એક પણ બેઠક નહીં આપે ભાજપ! તોય I.N.D.I.A ને થશે નુકસાન 1 - image


Lok Sabha Elections 2024 | છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને સત્તાધારી NDA ગઠબંધનમાં સામેલ કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે. આ સંબંધમાં રાજ ઠાકરે મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. એવું મનાઈ રહ્યું હતું કે રાજ ઠાકરે પણ એનડીએના બેનર હેઠળ લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ હવે એવી ચર્ચા છે કે ભાજપ લોકસભા ચૂંટણીમાં રાજ ઠાકરેને એક પણ બેઠક નહીં આપે.

અહેવાલમાં કરાયો મોટો દાવો 

સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં દાવો કરાયો  છે કે ભાજપ લોકસભા ચૂંટણીમાં રાજ ઠાકરેને એક પણ બેઠક ઓફર નહીં કરે. પરંતુ તેની સામે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા અને BMC ચૂંટણીમાં મનસેને યોગ્ય બેઠકો ફાળવશે. બદલામાં રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણી દરમિયાન એનડીએની તરફેણમાં પ્રચાર કરવો પડશે અને 400ને પાર કરવાનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે મરાઠી મતો મેળવવા પડશે. રાજ ઠાકરેને કુશળ વક્તા માનવામાં આવે છે.

2006માં મનસેની કરી હતી સ્થાપના  

રાજ ઠાકરેએ 2006માં અવિભાજિત શિવસેનાથી અલગ થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામની પાર્ટીની સ્થાપના કરી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે જો ભાજપ અને MNS વચ્ચે ગઠબંધન પર મહોર લાગશે તો MNSને મુંબઈથી ચૂંટણી લડવા માટે સીટ આપવામાં આવી શકે છે. દરમિયાન, MNS નેતા બાલા નંદગાંવકરે કહ્યું કે પાર્ટી રાજ ઠાકરેના નિર્દેશ પર લોકસભા ચૂંટણી લડશે.

પાડોશી રાજ્યની દિગ્ગજ પાર્ટીને એક પણ બેઠક નહીં આપે ભાજપ! તોય I.N.D.I.A ને થશે નુકસાન 2 - image


Google NewsGoogle News