લોકસભા 2019: જાણો શું છે આચાર સંહિતાના નિયમો અને તેના મહત્વ વિશે
દિલ્હી, 14 માર્ચ 2019, ગુરુવાર
લોકસભાની ચુંટણીની તારીખોની ઘોષણા થવાની સાથે જ દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ચુકી છે. કોઈપણ ચુંટણીની તારીખો જાહેર થાય એટલે આચાર સંહિતા લાગૂ થઈ જાય છે. આ શબ્દથી તો સૌ કોઈ પરિચીત હશે પરંતુ ખરેખર આચાર સંહિતા છે શું અને તેનું મહત્વ શું છે તેના વિશે સામાન્ય રીતે કોઈને જાણકારી હોતી નથી. તો ચાલો આજે જાણીએ કે આચાર સંહિતા શું હોય છે, તેના નિયમો કયા છે અને તેનું મહત્વ શા માટે હોય છે.
આચાર સંહિતાનો અમલ અને તેનો સમય
આચાર સંહિતા ત્યારથી અમલમાં આવી જાય છે જ્યારે ચુંટણીની તારીખોની ઘોષણા શરૂ થાય છે. રવિવારના રોજ ચુંટણી પંચએ લોકસભા 2019ની જાહેરાત કરી તેની સાથે જ આચાર સંહિતા લાગૂ થઈ ચુકી છે. આચાર સંહિતા લાગૂ થયા બાદ તેનો અમલ ચુંટણી પરીણામો આવે ત્યાં સુધી કરવાનો હોય છે. એટલે કે આ વર્ષે આચારસંહિતા 10 માર્ચથી 23 મે સુધી અમલમાં રહેશે.
શું છે આચાર સંહિતા
આચાર સંહિતા કોઈ કાયદા હેઠળ બની નથી. પરંતુ તમામ રાજકીય પક્ષોની સહમતિથી તેને તૈયાર કરવામાં આવી છે. સૌથી પહેલા 1960માં કેરળ વિધાનસભા ચુંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા તૈયાર કરવામાં આવી હતી. તે અંતર્ગત રાજકીય પક્ષો અને નેતાઓ શું કરી શકે અને શું નહીં તેના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. 1962ની લોકસભા ચુંટણી દરમિયાન ચુંટણી પંચએ આ સંહિતાને તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં વિતરિત કરી. ત્યારબાદ દરેક ચુંટણીમાં આચાર સંહિતાનું પાલન થવા લાગ્યું. મહત્વપૂર્ણ છે કે ચુંટણી પંચ થોડા થોડા સમયે રાજકીય પક્ષો સાથે આચાર સંહિતા મામલે ચર્ચા કરે છે અને તેના ન
આચાર સંહિતાના મહત્વના નિયમો
1. આચાર સંહિતા લાગૂ થયા બાદ તેના નિયમોને રાજકીય પક્ષ કે રાજનેતા કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.
2. સાર્વજનિક ધનનો ઉપયોગ એવા કામમાં કરી ન શકાય કે જેનાથી કોઈ પક્ષ કે નેતાને વ્યક્તિગત લાભ થાય.
3. સરકારી વાહન, વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ પ્રચાર માટે ન કરવો.
4. કોઈપણ પ્રકારના નવા કામ, સરકારી ઘોષણા કે લોકાર્પણના કાર્યો ન કરવા.
5. કોઈપણ પક્ષએ રેલી કે પ્રચાર માટે પોલીસની પરવાનગી લેવી જરૂરી હોય છે.
6. જાહેર સભા કે રેલીમાં ધર્મના નામે મત માંગવા નહીં.
7. મતદાતાઓને રોકડ રકમ કે અન્ય પ્રલોભન આપી મત ખરીદવા નહીં.
8. ધાર્મિક સ્થળોથી ચુંટણી પ્રચાર ન કરવો.
9. સભાનો સમય, તેનો દિવસ અને અન્ય જરૂરી વિગતો પોલીસને આપવી.
10. મતદાતાઓને આપવામાં આવતી પહોંચ પર કોઈ પક્ષનું ચિન્હ કે નેતાનું નામ ન હોય.