Get The App

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ શું છે, જાણો તેનાથી શું થશે

Updated: May 6th, 2024


Google NewsGoogle News
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ શું છે, જાણો તેનાથી શું થશે 1 - image


Prajwal Revanna Case: કર્ણાટકમાં જેડીએસના નેતા એચ.ડી.રેવન્ના અને પુત્ર પ્રજ્વલ રેવન્નાના પેનડ્રાઈવ સ્કેન્ડલનો મામલો હાલ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે. પ્રજ્વલ રેવન્ના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ડિપ્લોમેટિક પાસપોર્ટની મદદથી જર્મની ભાગી ગયો છે. જેથી હવે આ મામલામાં પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરાએ આ માહિતી આપી છે.

બ્લુ કોર્નર નોટિસ શું છે?

અહેવાલો અનુસાર, પ્રજ્વલ રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ મંગાઈ છે. આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પણ બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે. બ્લુ કોર્નર નોટિસ એવા લોકો વિરુદ્ધ જારી કરવામાં આવે છે, જેના દ્વારા ગુનાના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે.

બ્લુ કોર્નર નોટિસ જારી કરવાથી અન્ય દેશોની પોલીસ પણ આરોપીને શોધવામાં મદદ કરે છે. નોટીસ જારી થયા પછી ઇન્ટરપોલના સભ્ય દેશો તપાસ કરે છે કે અન્ય દેશના આરોપી તેમના દેશમાં તો નથી ને!

કોણ નોટિસ રિક્વેસ્ટ સબમિટ કરી શકે?

સભ્ય દેશના ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરોની વિનંતી પર, સચિવાલય નોટિસ જારી કરે છે, જે ડેટાબેઝ દ્વારા તમામ સભ્ય દેશો સુધી પહોંચે છે.

આ સિવાય ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ અને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પણ કોઈપણ ગુનેગારની ધરપકડ માટે નોટિસ ઈશ્યુ કરી શકે છે. 

જો કે આ નોટિસ પોલીસના ઉપયોગ માટે હોવાથી મોટાભાગે તે ગોપનીય રાખવામાં આવે છે, પરંતુ જો સભ્ય દેશ ઈચ્છે તો તે જાહેર પણ કરી શકે છે. યુનાઈટેડ નેશન્સની તમામ નોટિસોની જેમ લોકો સતર્ક રહે તે માટે જાહેરમાં રાખવામાં આવે છે.

ઇન્ટરપોલ કેટલા પ્રકારની નોટિસ જાહેર કરે છે?

ઇન્ટરપોલની નોટિસ સાત પ્રકારની હોય છે જે અલગ અલગ કલરના નામે જારી કરવામાં આવે છે. 

રેડ કોર્નર નોટિસ: આ નોટિસ કાર્યવાહી માટે ઇચ્છિત વ્યક્તિઓના લોકેશન શોધવા અને ધરપકડ કરવા માટે જારી કરવામાં આવે છે.

યલો કોર્નર નોટિસ: ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં માટે કે સગીર માટે જારી કરવામાં આવે છે

બ્લુ કોર્નર નોટિસ: ગુનાહિત તપાસના સંબંધમાં વ્યક્તિની ઓળખ, લોકેશન અને પ્રવૃત્તિઓ જાણવા માટે આ નોટિસ જારી કરવામાં આવે છે.

બ્લેક નોટિસ: અજાણ્યા મૃતદેહો વિશે માહિતી મેળવવા માટે બ્લેક નોટિસ આપવામાં આવે છે.

ગ્રીન નોટિસ: આ નોટિસ વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે ચેતવણી આપવા માટે જારી કરવામાં આવે છે.

ઓરેન્જ કોર્નર નોટિસ: આ નોટિસ એવા લોકો અથવા વસ્તુઓને જારી કરવામાં આવે છે જે જાહેર સલામતી માટે ગંભીર ખતરો સાબિત થાય છે.

પર્પલ નોટિસ: ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ, વસ્તુઓ, સાધનો અને છૂપાવવાની પદ્ધતિઓ વિશેની માહિતી માટે આ નોટિસ જારી કરવામાં આવે છે.

જેડીએસ નેતા એચ.ડી.રેવન્નાની ધરપકડ

પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના પર કર્ણાટકમાં સેંકડો મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. આ કેસમાં કર્ણાટક પોલીસની એસઆઈટીએ જેડીએસ નેતા એચ.ડી. રેવન્નાની ધરપકડ કરી હતી. પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ કરનાર પીડિત મહિલાના અપહરણના કેસમાં એચ.ડી. રેવન્નાની પૂછપરછ કરાઈ રહી છે. ગુરુવારે મૈસૂરમાં એક મહિલાના અપહરણના આરોપમાં આ કેસ નોંધાયો હતો. મહિલાએ કેસ નોંધાવ્યા પછી પોલીસે રેવન્નાના વિશ્વાસુ સતીષ બબન્નાની ધરપકડ કરી હતી. હવે એસઆઈટી દ્વારા બે વખત નોટિસ અપાયા પછી પણ હાજર નહીં થવા બદલ રેવન્નાની ધરપકડ કરાઈ હતી.

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ શું છે, જાણો તેનાથી શું થશે 2 - image



Google NewsGoogle News