Get The App

હાથરસમાં ધક્કામુક્કીથી મોત થયા તે એસ્ફિકિસયા શું છે ? ૪૦ થી ૫૦ વર્ષની મહિલાઓની સંખ્યા વધારે

ફેંફસા પર દબાણ આવવાથી છાતી અને પેટ દબાઇ જાય છે.

ગભરામણ અને ભાગદોડના લીધે મોતનું પ્રમાણ વધી જાય છે.

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
હાથરસમાં ધક્કામુક્કીથી મોત થયા તે એસ્ફિકિસયા  શું છે ? ૪૦ થી ૫૦ વર્ષની મહિલાઓની સંખ્યા વધારે 1 - image

લખનૌ,૩ જુલાઇ,૨૦૨૪,બુધવાર 

હાથરસમાં એક સત્સંગ સભામાં ધકકામુક્કી થતા ૧૨૧ થી વધુ લોકોના મોત થયા છે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની સંખ્યા જોતા મોતનો આંકડો વધી શકે છે. મૃતકોના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા મોટા ભાગનાના મોત એસ્ફિકિસયાથી થયા હોવાનું બહાર આવ્યું છે. મૃતકોમાં ૪૦ થી ૫૦ વર્ષની મહિલાઓ વધારે હતી. એસ્ફિકિસયાનો મતલબ દમ ઘુંટાવો થાય છે.

મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે ભાગદોડ કે ધક્કા મુક્કી થાય છે ત્યારે ફેંફસા પર દબાણ આવવાથી છાતી અને પેટ દબાઇ જાય છે. આથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ લેવા માટે બોડીની મદદ મળતી નથી. ગભરામણ અને ભાગદોડના લીધે આનું પ્રમાણ વધી જાય છે. જયારે નોર્મલી શ્વાસ લેવામાં આવે છે ત્યારે લંગ્સ ઓકસીજન બ્લડ સુધી પહોંચાડે છે. બ્લડમાં ઓકિસજન હોય ત્યારે સેલ્સ તેનો ઉપયોહ એનર્જી બનાવવામાં કરે છે. જયારે આ સમગ્ર પ્રોસેસમાં અવરોધ ઉભો થાય ત્યારે કાર્બન ડાયોકસાઇડ બહાર નિકળી શકતો નથી.

હાથરસમાં ધક્કામુક્કીથી મોત થયા તે એસ્ફિકિસયા  શું છે ? ૪૦ થી ૫૦ વર્ષની મહિલાઓની સંખ્યા વધારે 2 - image

આવી સ્થિતિમાં બોડીનું ઓકિસજન લેવલ ઘટી જાય છે. એનર્જી ધીમે ધીમે ઘટવા લાગે છે.બોડીને લાંબા સમય સુધી ઓકસીજન મળતો નથી ત્યારે બ્રેન ડેડ થાય છે, બ્રેન ડેડ થયા પછી મુત્યુ થાય છે. ફિજિકલ એસ્ફિકસયા, કોમ્પ્રેંસિલ એસ્ફિસયા, પોજિશનલ એસ્ફિકિસયા અને બર્થ એસ્કિકિસયા વગેેરે પ્રકાર છે. દમ ઘુંટવા ઉપરાંત ભાગદોડમાં કચડાઇ જવાથી પણ મોત થાય છે. લોકો ભાગદોડમાં નીચે પડી જાય છે તેમના શરીર પરથી ભીડમાં દોડતા લોકો પસાર થાય છે તેઓ ઉભા થઇ શકતા નથી. છાતિ અને ગર્દન પર થતી ગંભીર ઇજ્જા પણ મોતનું કારણ બને છે. 


Google NewsGoogle News