Get The App

ભારતની સરહદો પર તૈનાત થશે એન્ટી ડ્રોન સિસ્ટમ, જાણો કેવી રીતે હવામાં જ દુશ્મનોના ડ્રોનના છોતરા ફાડી નાખશે

ઈઝરાયેલની એન્ટી ડ્રોન સિસ્ટમ હાલ સૌથી વધુ ચર્ચામાં છે, તેની પાસે ડ્રોન ડોમ છે

જયારે અમેરિકા પાસે ડ્રોન હન્ટર છે, જે નેટગનથી દુશ્મનના ડ્રોન પર નિશાન સાધે છે

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ભારતની સરહદો પર તૈનાત થશે એન્ટી ડ્રોન સિસ્ટમ, જાણો કેવી રીતે હવામાં જ દુશ્મનોના ડ્રોનના છોતરા ફાડી નાખશે 1 - image


Anti Drone system- D4: દેશની ઇન્ટરનેશનલ બોર્ડર પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નઝર રાખવામ આવશે. જેની જાણકારી ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે આપી હતી. તેમને એમ પણ જણવ્યું હતું કે સરકાર બોર્ડર પર સિક્યુરિટી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેને ધ્યાનમાં લઈને બોર્ડર પર એન્ટી ડ્રોન સીસ્ટમ તૈનાત કરવામાં આવશે. 

G20 સંમેલનમાં પણ સુરક્ષામાં થયો હતો ડ્રોનનો ઉપયોગ 

રેડિયો ફ્રિકવન્સીની મદદથી દુશ્મનોને શોધીને તેને મારવા માટે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં જ યોજાયેલી G20 સંમેલનમાં હાઈ પ્રોફાઇલ મહેમાનોની સુરક્ષા માટે પણ આ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે બોર્ડર પર આ સિસ્ટમનો ઉપયોગ કરવાની ગૃહ મંત્રીના એલાનના કારણે હાલ આ ડ્રોન ખુબ ચર્ચામાં છે. તો જાણીએ શું છે આ એન્ટીડ્રોન સિસ્ટમ અને બોર્ડર પર કઈ સિસ્ટમ થશે તૈનાત?

એન્ટી ડ્રોન સિસ્ટમ શું છે?

આ એક ટેકનોલોજી છે, જેનો ઉપયોગ માનવરહિત એરિયલ ડિવાઈસ (Unmanned Aerial Devivces)ને જામ કરવા માટે થાય છે. ડ્રોનની અલગ અલગ ક્ષમતા હોય છે, જે પ્રમાણે તે કામ કરે છે. આ ટેકનોલોજી રેડિયો ફ્રિકવન્સીની મદદથી દુશ્મન ડ્રોનને ઓળખી શકે છે. દુશ્મન દેશની હરકતોની જાણકારી એકઠી કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખુબ ઝડપથી વધી રહ્યો છે. 

ભારત પાસે કઈ એન્ટી ડ્રોન સિસ્ટમ છે?

ભારત પાસે ડ્રોન ડીટેક્ત, ડીટર એન્ડ ડિસ્ટ્રોય સિસ્ટમ એટલે કે D4 ડ્રોન છે. આ પ્રથમ સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમ છે. જેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રણ વર્ષમાં વિકસાવવામાં આવ્યું હતું. DRDO અનુસાર, D4 ડ્રોન હવામાં 3 કિમીના રેડીયસમાં દુશ્મનને શોધીને 360 ડિગ્રી કવરેજ આપે છે. દુશ્મનને શોધી કાઢ્યા પછી, તે બે રીતે એટલે કે હાર્ડ કીલ અને સોફ્ટ કીલ રીતે કામ કરે છે. જો તેને હાર્ડ કિલ કમાન્ડ આપવામાં આવે તો તે તેના લેસર બીમ દ્વારા દુશ્મનના ડ્રોનનો નાશ કરે છે. તે જ સમયે, સોફ્ટ કીલ હેઠળ, D4 ડ્રોન દુશ્મનના ડ્રોનને નીચે લાવી શકે છે અથવા લેસર બીમ દ્વારા તેના જીપીએસ અને ઇલેક્ટ્રોનિક સાધનોનો નાશ કરી શકે છે, જેના કારણે ઓપરેટર સાથે દુશ્મન ડ્રોનનો કોન્ટેક્ટ તૂટી જાય છે. 26 જાન્યુઆરીના રોજ પરેડમાં તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ પહેલા, તેનું સફળ પરીક્ષણ કેટલાક ખાસ પ્રસંગોએ પણ કરવામાં આવ્યું હતું. તેને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઈનોવેશન એલાયન્સ- G20 પ્રોગ્રામમાં, DRDOના વૈજ્ઞાનિક બી.કે. દાસે D4 ડ્રોન સિસ્ટમની વિશેષતા સમજાવતા કહ્યું હતું કે તે દુશ્મનના ડ્રોનને શોધી શકે છે અને તેને સોફ્ટ કિલ દ્વારા તરત જ જામ કરી શકે છે અને હાર્ડ કિલ દ્વારા લેસરની મદદથી ડ્રોનનો નાશ પણ કરી શકે છે. 

ક્યાં દેશો પાસે છે એન્ટી ડ્રોન સિસ્ટમ?

એન્ટી ડ્રોન ટેકનોલોજીમાં ઇઝરાયલ બધા દેશથી આગળ છે. જે સૌથી વધુ ચર્ચામાં છે. ઇઝરાયલ પાસે ડ્રોન ડોમ છે. જે 360 કવરેજ આપે છે અને તેમાં જામર અને સટીક લેઝર ગન છે. આ રડાર અને રેડિયો ફ્રિકવન્સીની મદદથી દુશ્મન દેશના ડ્રોન અંગે જાણકારી મેળવે છે. જયારે અમેરિકા ડ્રોન હન્ટરનો ઉપયોગ કરે છે. જે નેટ ગનથી ડ્રોનને નિશાન બનાવીને હવામાં જ તેના પર કબ્જો કરી શકે છે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News