મુસ્લિમોની વસ્તી 40 ટકા થઈ ગઈ, મારા માટે આ જીવન-મરણનો સવાલ: ભાજપ CMના નિવેદનથી ખળભળાટ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Assam Chief Minister


Assam Chief Minister Himant Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામમાં મુસ્લિમની વસ્તી ઝડપથી વધીને 40 ટકા થઈ હોવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રીએ રાંચીમાં કહ્યું હતું કે, 'ઝડપથી બદલાતી ડેમોગ્રાફી મારા માટે મોટો મુદ્દો છે. 1951ની સાલમાં આસામમાં મુસ્લિમોની વસ્તી 12 ટકા હતી, જે વધીને 40 ટકા સુધી પહોંચી છે. આપણે ઘણા જિલ્લાઓ ગુમાવ્યા છે. આ મારા માટે રાજકીય મુદ્દો નથી પરંતુ મારા માટે તો જીવન અને મરણનો સવાલ છે.'

બાંગ્લાદેશથી આવેલા લધુમતી સમુદાયના લોકોએ કોંગ્રેસને મત આપ્યા

1 જુલાઈના રોજ હિમંત બિસ્વા સરમાએ કોઈ સમુદાયનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યુ હતું કે, 'એક વર્ગ ગુનાહિત પ્રવૃતિઓ કરે છે. જે લોકો એક ખાસ ધર્મ ધરાવતા હોવાથી આ ચિંતાનો વિષય છે. હું નથી કહી રહ્યો કે એક જ ધર્મના લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. પરંતુ લોકસભા ચૂંટણી પછી ઊભી થયેલી ઘણી ચિંતાજનક રહી છે.' અગાઉ પણ સરમાએ કહ્યું હતું કે, 'બાંગ્લાદેશથી આવીને ભારતમાં વસેલા લધુમતી સમુદાયના લોકોએ કોંગ્રેસને મત આપ્યો હતો. આ લોકોએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા વિકાસના કાર્યક્રમ પણ નીહાળ્યા ન હતા.'

બાંગ્લાદેશથી આવેલા લોકો જ ગુના સાથે સંકળાયેલા છે : મુખ્યમંત્રી 

આ સાથે મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે, 'બાંગ્લાદેશથી આસામમાં આવીને વસવાટ કરેલા લોકો જ ગેરકાનૂની કામ સાથે સંકળાયેલા છે. ચોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને આસામ ગણ પરિષદે કુલ 11 બેઠકો પર જીત મેળવી હતી. આ સિવાયની 3 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી. ઉત્તરપૂર્વ ભારતની 24 લોકસભા બેઠકો પર ભાજપે 15 બેઠકો પર જીત હાસલ કરી હતી. 2019 પ્રમાણે જોવા જઈને તો ભાજપને આ વખતે ઘણું નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ,  2019માં આ મત વિસ્તારોમાંથી કોંગ્રેસને 4 બેઠકોની સામે આ વખતે 7 બેઠકો પર જીત થઈ હતી. આમ એક ધર્મના લોકો અમારી સરકારની વિરોધી રહી છે. તેવામાં આ બધા રાજ્યોમાં તેમના ધર્મના લોકોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. આ એક રાજકીય હાર નથી, પરંતુ કોઈ એક ધર્મથી કોઈ લડી શકતું નથી.'

મુસ્લિમોની વસ્તી 40 ટકા થઈ ગઈ, મારા માટે આ જીવન-મરણનો સવાલ: ભાજપ CMના નિવેદનથી ખળભળાટ 2 - image


Google NewsGoogle News