Get The App

લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ PM મોદીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'અમે તૈયાર છીએ'

19મી એપ્રિલથી પહેલી જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે

Updated: Mar 16th, 2024


Google News
Google News
લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ PM મોદીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'અમે તૈયાર છીએ' 1 - image


Lok Sabha Election 2024: ચૂંટણી પંચે આજે (શનિવાર) લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે 19મી એપ્રિલથી પહેલી જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. દેશમાં 18મી લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચની આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, 'અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.'

લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે! ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. અમે (BJP-NDA) ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે તમામ ક્ષેત્રોમાં સુશાસન અને સર્વિસ ડિલિવરીના ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી પહોંચી રહ્યા છે.'

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ થશે. 20મી મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. 4 જૂને મતગણતરી થશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ PM મોદીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'અમે તૈયાર છીએ' 2 - image

Tags :
Lok-Sabha-Election-2024PM-ModiElection-CommissionRajiv-Kumar

Google News
Google News