સાંસદોનાં નિલંબન અને ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી તથા INDIA ગઠબંધન અંગે માયાવતીએ શું કહ્યું ?
- તેઓએ કહ્યું, 'સાંસદોનું નિલંબિત યોગ્ય નથી, આટલા બધા સાંસદોનું નિલંબન યોગ્ય નથી : આટલુ તો ઠીક પરંતુ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીનો વિડીયો ઉતારવો પણ યોગ્ય નથી'
લખનૌ : લોકસભા અને રાજ્ય સભામાંથી વિપક્ષી સાંસદોના કરાયેલા નિલંબનની ચર્ચાએ જોર પકડયું છે. આ અંગે બસપાના અધ્યક્ષ અને ઉ.પ્ર.ના પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ પોતાનું મંતવ્ય રજૂ કરતાં આજે ગુરુવારે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વિપક્ષી સાંસદોનું નિલંબન યોગ્ય નથી, તે લોકશાહી માટે હિતાવહ નથી.
આ સાથે તેઓએ ઉપરાષ્ટ્રપતિ જગદીષ ધનખડના અપમાન અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું, 'ઉપરાષ્ટ્રપતિનું અપમાન સંપૂર્ણ સદનનું અને લોકતંત્રનું પણ અપમાન છે. આ ઘણી દુ:ખદ ઘટના હતી.
સંસદની સલામતિની ક્ષતિ અંગે તેઓએ કહ્યું, આ ઘટના ઘણી જ દુર્ભાગ્ય પૂર્ણ છે. પહેલા પણ આવી ઘટનાઓ બની હતી. સાથે સરકાર અને લોકસભા અધ્યક્ષને અપીલ કરતાં કહ્યું કે, આ બાબતે કઠોરમાંથી કઠોર કાર્યવાહી કરવી જ જોઈએ. ઝીણવટથી તપાસ યોજવી જોઈએ અને જે દોષિત ઠરે તેમની વિરૂદ્ધ સખત કાર્યવાહી થવી જ જોઈએ.
લોકસભા ચૂંટણી વખતે તેમનો પક્ષ INDIA ગઠબંધનમાં જોડાશે કે કેમ ? તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું કે, તેમનો પક્ષ તેમાં જોડાશે નહીં. છેલ્લા કેટલાક સમયથી તેવી અફવા ચાલી રહી છે કે તેમનો પક્ષ ઇંડીયા-ગઠબંધનમાં જોડાશે, પરંતુ તે સાચું નથી.
આ સાથે બહેનજીએ તે પણ આશા કરી હતી ક આમ છતાં જે પક્ષો ઇંડીયા ગઠબંધન સાથે જોડાઈ શકે તેમ નથી, કારણકે પછીથી ઘણાને શર્મીંદા બનવાનો વારો આવે છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સમાજવાદી પાર્ટી છે.