Get The App

ઘણીવાર ભૂલ થઈ જાય છે..' દિલ્હીમાં AAPના પરાજય અને I.N.D.I.A. ભવિષ્ય અંગે ફારુક અબ્દુલ્લાહનું મોટું નિવેદન

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
ઘણીવાર ભૂલ થઈ જાય છે..' દિલ્હીમાં AAPના પરાજય અને I.N.D.I.A. ભવિષ્ય અંગે ફારુક અબ્દુલ્લાહનું મોટું નિવેદન 1 - image


Farooq Abdullah Over India Alliance: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ I.N.D.I.A. ગઠબંધનના ભવિષ્યને લઈને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગઠબંધનની સ્પિરિટ પહેલાં હતી એ જ છે, પરંતુ ઘણીવાર આપણાથી ભૂલ થઈ જાય છે. જેમ કે દિલ્હીમાં થયું. જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું હોત તો પરિણામ કંઈક અલગ જ આવ્યું હોત. 

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષે કહ્યું કે, મને એ નથી ખબર કે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન કેમ ન થઈ શક્યું, પરંતુ ગઠબંધનમાં સામેલ તમામ નેતાઓ સાથે મળીને તેની ચર્ચા કરીશું.



આ ગઠબંધન બંધારણનું રક્ષણ કરશે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ અગાઉ પણ I.N.D.I.A. ગઠબંધન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'આ ગઠબંધનનો ઉદ્દેશ્ય વ્યાપક છે. આ ગઠબંધન માત્ર ચૂંટણી માટે નહોતું, પરંતુ દેશ અને તેના બંધારણના રક્ષણ માટે હતું.' અહીંના લોકોમાં જે નફરત પેદા થઈ છે તેને સમાપ્ત કરવા માટે આ ગઠબંધન ખૂબ જ જરૂરી છે. આ સાથે જ આ ગઠબંધન બંધારણનું રક્ષણ કરશે. આ દેશને એકજૂટ રાખવાનો પ્રયાસ કરશે.'

આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રએ શેખ હસીનાને બાંગ્લાદેશ હિંસા માટે જવાબદાર ગણાવ્યાં, 1400 લોકોના મોતનો દાવો

દિલ્હીમાં AAPની હાર, ભાજપની પ્રચંડ જીત

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થયા હતા, જેમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટીને માત્ર 22 બેઠકો મળી અને 10 વર્ષ પછી સત્તામાંથી બહાર થઈ ગઈ. ત્યારે બીજી તરફ ભાજપે 27 વર્ષ પછી સત્તામાં વાપસી કરી છે. ભાજપે 48 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે. 


Google NewsGoogle News