દેશમાં ચાર વખત ધરા ધ્રૂજી: ભૂકંપ આવવાનું કારણ શું અને તેની તીવ્રતા કેવી રીતે મપાય છે? જાણો તમામ માહિતી

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં આજે ભૂંકપના એક-બે નહીં ચાર આંચકા અનુભવાયા હતા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
દેશમાં ચાર વખત ધરા ધ્રૂજી: ભૂકંપ આવવાનું કારણ શું અને તેની તીવ્રતા કેવી રીતે મપાય છે? જાણો તમામ માહિતી 1 - image


Earthquake in Delhi NCR: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં મંગળવારે ભૂંકપના મોટા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા ભયંકર હતા કે લોકો ઘર અને ઓફિસોથી બહાર દોડી આવ્યા હતા. મંગળવારે એક-બે નહીં ચાર ભૂકંપ આવ્યા હતા. જેમાં ભૂકંપની તીવ્રતા 2.7, 3.0, 4.6 અને 6.2 મપાઈ છે. આ ઉપરાંત ગઈકાલે નોર્થ ઈસ્ટમાં આસામ અને મેઘાલય સહિતના ચાર રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમજ ગઇકાલે સાંજે ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં પણ ધરતી ધ્રુજી હતી. ત્યારે આપણે જાણીએ ભૂકંપ શા માટે આવે છે અને તેની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે...

ભૂકંપ શા માટે થાય છે?

પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.

કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?

જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે. 

શું આબોહવા પરિવર્તનની અસર ભૂકંપ પર થાય છે?

એક સંસોધન દર્શાવે છે કે આપણી બદલાતી આબોહવા માત્ર પૃથ્વીની સપાટી પરના જોખમોને જ અસર નથી કરતી, પરંતુ તે આબોહવા પરિવર્તન, અને ખાસ કરીને વધતા વરસાદના દર અને ગ્લેશિયર્સ પીગળવાથી પૃથ્વીની સપાટીની નીચે ધરતીકંપ અને જ્વાળામુખી ફાટવા જેવા જોખમો પણ વધી શકે છે. વર્ષ 2021ના ક્લાયમેટ ચેન્જ પર આંતર સરકારી પેનલનો છઠ્ઠો આકારણી અહેવાલ દર્શાવે છે કે, વિશ્વના ઘણા પ્રદેશોમાં 1950થી સરેરાશ વરસાદમાં ખરેખર વધારો થયો છે. ગરમ વાતાવરણ વધુ પાણીની વરાળ જાળવી શકે છે, જે તીવ્ર વરસાદ તરફ દોરી જાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ વરસાદના દર અને ધરતીકંપની પ્રવૃત્તિ પર લાંબા સમયથી સંશોધન કર્યું છે. જે દર્શાવે છે કે હિમાલયમાં આખા વર્ષ દરમિયાન ભૂકંપ જોવા મળે છે. સંશોધન દર્શાવે છે કે હિમાલયમાં 48 ટકા ભૂકંપ માર્ચ, એપ્રિલ અને મેના શુષ્ક અને ચોમાસા પહેલાના મહિનામાં થાય છે, જ્યારે માત્ર 16 ટકા ચોમાસાની ઋતુ દરમિયાન થાય છે. વરસાદની મોસમ દરમિયાન જમીનનો 4 મીટર હિસ્સો ઉભી અને આડી રીતે દટાઈ જાય છે જ્યારે શિયાળામાં પાણી અદ્રશ્ય થઈ જાય છે ત્યારે અસરકારક 'રીબાઉન્ડ' ઝોન અસ્થિર બને છે અને ભૂકંપની સંખ્યામાં વધારો થાય છે.

દેશમાં ચાર વખત ધરા ધ્રૂજી: ભૂકંપ આવવાનું કારણ શું અને તેની તીવ્રતા કેવી રીતે મપાય છે? જાણો તમામ માહિતી 2 - image


Google NewsGoogle News