આ ‘એર પોટેટો’ શું હોય છે? આ બટાકા જમીનની અંદર નહીં પણ હવામાં પેદા થાય છે...
Image: Wikipedia
Air Potatoes: કાળા રંગના બટાકા જેવા આકારવાળી આ શાકભાજી ઉત્તરાખંડમાં ખૂબ ઉગે છે અને આને બટાકાની જેમ જ ખાવામાં આવે છે. આને ત્યાં 'એર પોટેટો' કહેવામાં આવે છે. આનો સ્વાદ પણ બટાકા જેવો જ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કેવા બટાકા છે. જે જમીનની અંદર નહીં પણ હવામાં પેદા થાય છે અને એક-એક બટાકા પાંચસો ગ્રામ સુધીના પણ હોઈ શકે છે.
શા માટે 'એર પોટેટો' કહેવામાં આવે છે
એર પોટેટો મુખ્યરીતે એશિયા અને આફ્રિકામાં થાય છે. તેને નાઇજીરીયાની મૂળ પેદાશ કહેવામાં આવે છે. તેને એર પોટેટો એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આ જમીનની ઉપર વેલાઓ પર ઉગે છે. તેના વેલાઓ ખૂબ ઝડપથી વધે છે અને ચોમાસા બાદ ઝડપથી ઉગવા લાગે છે. તેનું શાક પણ બનાવવામાં આવે છે અને તેને શેકીને તેમજ બાફીને પણ ખાઈ શકાય છે.
ઉત્તરાખંડ અને કોંકણ બેલ્ટમાં ઉગે છે
ભારતમાં આ ઉત્તરાખંડ અને પહાડી વિસ્તારોમાં તો ઉગે છે સાથે જ કોંકણ બેલ્ટમાં ઉગે છે. આનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે અને દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.
આને ગેઠી પણ કહેવામાં આવે છે
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આ 2000 મીટરની ઊંચાઈ ધરાવતાં વિસ્તારોમાં ઉગે છે. આને ગેઠીના નામથી પણ ઓળખવામાં આવે છે. બટાકાના આકાર જેવી દેખાતી ગેઠી ગરમ તાસીરની હોય છે. પહાડોમાં વરસાદ બાદ ઓક્ટોબર અને નવેમ્બરના મહિનામાં આ વેલોમાં નજર આવે છે.
ચરક સંહિતામાં પણ છે ઉલ્લેખ
ગેઠીનું બોટનિકલ નામ ડાયોસ્કોરિયા બલ્બિફેરા છે. છે. આ વિશે ચરક સંહિતામાં પણ લખવામાં આવ્યું છે. આ ખાંસીને મટાડવામાં લાભદાયી છે. તેમાં ગ્લુકોઝ અને ફાઈબર ખૂબ પ્રમાણમાં હોય છે. આના કારણે તે એનર્જી બૂસ્ટરનું પણ કામ કરે છે. આમાં કોપર, આયર્ન, પોટેશિયમ, મેગ્નીઝ પણ હોય છે. આ વિટામિન બી નો સારો સોર્સ છે.
શિયાળાના સમયે બજારમાં આવે છે
શિયાળાના સમયે આ બજારમાં આવવા લાગે છે. ત્યારે તેની કિંમત 70થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હોય છે. જોકે હવે તેની પેદાશ ઓછી થઈ રહી છે. આ લુપ્ત પણ થઈ શકે છે.
પાંદડા અને વેલ કેવાં હોય છે
આના પાંદડા ડાળી સાથે એકાંતરે ગોઠવાય છે. પાંદડા આઠ ઈંચ લાંબા અને લગભગ એટલા જ પહોળા હોય છે. આ સિવાય પાંદડા દિલ આકારના પણ હોય છે. આમ તો એર પોટેટો એક બારમાસી વેલ છે.
વિશ્વમાં કેટલી પ્રજાતિઓ
સમગ્ર દુનિયામાં ગેઠીની કુલ 600 પ્રજાતિઓ મળે છે. આ કાળાની સાથે ગુલાબી, ભૂરા અને લીલા રંગના પણ હોય છે. તેમાં પ્રચુર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેનું સેવન ડાયાબિટીસ, કેન્સર, શ્વાસની બિમારી, પેટનો દુખાવો, રક્તપિત્ત અને અપચા સંબંધિત સમસ્યાઓમાં વિશેષ લાભદાયી છે.
જોકે અમેરિકામાં ઘણા સ્થળે લોકો આને એટલા માટે નીંદણ પણ માને છે કેમ કે આ ઝડપથી ફેલાય છે અને બીજી વનસ્પતિની ઉપર ફેલાઈને તેને બરબાદ કરી દે છે. ત્યાં તો આને ખતમ કરવામાં આવી રહ્યાં છે. આ વધુ ફેલાય નહીં તેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આમ તો શક્કરીયા પણ એક પ્રકારના બટાકા જ છે. તેને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો કહેવાય છે. તેને સામાન્યરીતે શેકીને કે બાફીને ખાવામાં આવે છે. આ ખાવામાં મીઠા હોય છે.