Get The App

આંદોલન કરનાર ખેલાડીઓ પર લગાવો દેશદ્રોહ: વિનેશ-બજરંગ પર WFI ચીફનું વિવાદિત નિવેદન

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
Sanjay Singh


WFI President Sanjay Singh on Vinesh Phogat-Bajrang Punia : રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) પ્રમુખ સંજય સિંહની પહેલી પ્રતિક્રિયા આવી છે. જેમાં તેમણે આંદોલન કરનારા ખેલાડીઓ પર દેશદ્રોહનો કેસ નોંધવા કહ્યું છે.

આંદોલન કરનારા ખેલાડીઓ પર દેશદ્રોહનો કેસ નોંધવા કહ્યું

WFIના પ્રમુખ સંજય સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આંદોલન કરનારા ખેલાડીઓ પર દેશદ્રોહનો કેસ નોંધવા કહ્યું છે. આ બધા વચ્ચે વિનેશ ફોગાટ આગામી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં જુલાના બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પૂનિયાને કિસાન મોર્ચાના ચેરમેન બનાવવામાં આવ્યાં છે.'

આ પણ વાંચો : હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોએ કરી મોટી જાહેરાત, ભાજપની વધશે ચિંતા

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર

વિનેશ ફોગાટ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર હતી. જો કે, ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજનના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી વિનેશે CASમાં સિલ્વર મેડલની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તેનો કેસ ફગાવી દીધો હતો.

રેસલરો વિરોધ ઓલિમ્પિક 2024માં મેડલ ન લાવવાનું કારણ

સંજય સિંહે કહ્યું કે, 'રેસલરો વિરોધ જ ઓલિમ્પિક 2024માં ભારતના રેસલરો જરૂરી મેડલ ના લાવવા પાછળનું મુખ્ય કારણ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે છ સભ્યોની ટીમ મોકલી હતી, પરંતુ એક માત્ર યુવા રેસલર અમન સહરાવત પ્રથમ વખત ઓલિમ્પિક પ્લેટફોર્મમાં પોડિયમ પર રહ્યો અને પુરુષોની 57 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.'

આ પણ વાંચો : જાડેજા જ નહીં આ પાંચ ખેલાડીએ નિવૃત્તિ પહેલા કરી રાજકારણમાં એન્ટ્રી, એકને તો મંત્રી પદ પણ મળ્યું

રેસલરોને ઓલિમ્પિકની તૈયારી ના કરી શક્યા

તેમણે કહ્યું કે, 'લગભગ એક વર્ષ સુધી ચાલુ રહેલા વિરોધ પ્રદર્શનના તણાવના કારણે રેસલરોને ઓલિમ્પિકની તૈયારી માટે જરૂરી સમય મળ્યો ન હતો. જેમાં આશરે 14-15 મહિના સુધીના વિરોધ પ્રદર્શનના કારણે કુશ્તીમાં ખેલાડીઓનું ધ્યાન ઓછું રહ્યું હતું, જેનાથી તેમની તૈયારી પણ ઘણી ઓછી થઈ હતી.'


Google NewsGoogle News