રેલવેનો નવો આદેશ, મુસાફરો માટે હવે ટ્રેનમાં સામાન લઈ જવાની મર્યાદા! જાણો વિગતે
Western Railway : મહારાષ્ટ્રના બાંદ્રા ટર્મિનસમાં તાજેતરમાં થયેલી નાસભાગ બાદ થોડા દિવસો બાદ પશ્ચિમ રેલવેએ નવો આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે, કે જો મુસાફરોનો સામાન તેમના સંબંધિત મુસાફરી વર્ગ માટે અનુમતિપાત્ર અને નક્કી કરેલી મર્યાદાથી વધુ હશે તો તેમની પાસેથી દંડ વસુલવામાં આવશે. રેલવેએ પણ લોકોને સ્ટેશનો પર ભીડ ન કરવા વિનંતી કરી છે.
આ છે નવી માર્ગદર્શિકા
પશ્ચિમ રેલ્વેએ મંગળવારે એક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, 'રેલ્વે તેના દરેક મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન કોઈ પણ ચાર્જ વિના માત્ર ચોક્કસ રકમનો સામાન લઈ જવાની મંજૂરી આપે છે, પરંતુ સ્કૂટર અને સાઈકલ જેવી વસ્તુઓ સહિત 100 સેમીની લંબાઈ, 100 સેમીની પહોળાઈ અને 70 સે.મી.ની ઉંચાઈથી મોટા આકારના સામાનને વિના મૂલ્યે લઈ જવા દેવામાં આવશે નહીં.
રેલવે દ્વારા સામાન લઈ જવા માટેના નિયમમું પાલન કરે
રેલવે દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, 'પશ્ચિમ રેલ્વે તમામ મુસાફરોને વિનંતી કરે છે કે, તેઓ સ્ટેશનો પર ભીડભાડ ન કરે અને ટ્રેનના સમયપત્રક મુજબ જરૂરી હોય ત્યારે જ પરિસરમાં પ્રવેશ કરે અને નિયત સામાન મર્યાદાનું પણ પાલન કરે.'
આ આદેશ આઠ સુધી અમલમાં રહેશે
પશ્ચિમ રેલવેએ તમામ મુસાફરોને નિ: શુલ્ક સામાનની મહત્તમ મર્યાદા સંબંધિત નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરીના વિવિધ વર્ગો માટે નિ: શુલ્ક છૂટ અલગ અલગ હોય છે. જો સામાન નિ: શુલ્ક છુટથી વધારે હશે, તો નિયમ પ્રમાણે તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ સૂચના તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે અને 8 નવેમ્બર સુધી અમલમાં રહેશે.