ભારત સરકાર એક્શન મોડમાં, દુનિયાભરમાં 24 લોકોને જ છે એવી બિમારીનો કેસ મેઘાલયમાં નોંધાયો
Polio Case update Poliomyelitis Meghalaya: મેઘાલયમાં બે વર્ષના બાળકમાં પોલિયોની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ હાઇ ઍલર્ટ પર છે. 2011 પછી દેશમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. આથી WHOએ 2014માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પરંતુ 14 વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો છે, જેના કારણે દેશભરમાં ચિંતા વધી ગઈ છે. પોલિયો એ એક વાયરસ છે જે બાળકોમાં ગંભીર વિકલાંગતાનું કારણ બની શકે છે. તેનો કોઈ ઇલાજ નથી, તેથી આ રોગને રોકવા માટે રસીકરણ એ જ સૌથી અસરકારક ઉપાય છે.
મેઘાલયમાં નોંધાયો પોલિયોની કેસ
મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના ટીકરીકિલા ગામમાં પોલિયોનો કેસ નોંધાયો હતો. બે વર્ષના બાળકમાં પોલિયોના લક્ષણો જોવા મળ્યા છે. હાલ બાળકની આસામના ગોલપારા જિલ્લાની હૉસ્પિટલમાં એક્યુટ ફ્લેક્સિડ પેરાલિસિસની સારવાર ચાલી રહી છે.
બાળકમાં પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા
કેન્દ્રના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ચેપ એવા લોકોમાં થાય છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. મેઘાલયના સીએમ કોનરાડ કે સંગમાએ જણાવ્યું હતું કે બાળકમાં એક અઠવાડિયા કરતાં વધુ સમય પહેલા પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા હતા. આથી બાળકના મળ અને અન્ય સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)ના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાઇરોલોજી(NIV)ના કેન્દ્રોમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આખરે ઓડિશામાં કેમ લગાવાઈ રહ્યા છે તાડના ઝાડ? જાણો માણસોનો જીવ બચાવવાની અનોખી યોજના
આ બાબતે સીએમએ રાજધાની શિલોંગમાં પત્રકારોને કહ્યું કે મામલો ગંભીર છે. આથી સરકાર તેની સમીક્ષા કરી રહી છે. ઓરલ પોલિયો રસી (OVP) ઘણી ઓછી માત્રામાં વાયરસ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરે છે.
નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકો માટે જોખમી
જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો રસી આપ્યા બાદ તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. આથી જેટલા લાંબા સમય સુધી તે શરીરમાં રહેશે તેટલી વધુ તે નુકસાન પહોંચાડશે. અમુક કેસમાં તે લકવાનું કારણ પણ બની શકે છે. WHO અનુસાર આ સર્ક્યુલેટિંગ વેક્સીન ડિરાઇવ્ડ પોલિયો વાયરસ (Circulating vaccine derived poliovirus) છે.
આ પણ વાંચો: અહો! આશ્વર્યમ: ઉત્તરાખંડમાં સાત માસનું બાળક થયું પ્રેગનન્ટ, જાણો શું છે ઘટના
2000થી 3 અબજ બાળકોને 10 બિલિયનથી વધુ OPV ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે હવે ભારતમાં જે નવો કેસ સામે આવ્યો છે તેવા 24 કેસ 21 દેશોમાં નોંધાયા છે. જો બાળકને તાવ, થાક, ઝાડા, કબજિયાત અથવા માથાનો દુખાવા સાથે ઉલ્ટી થાય છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. આ ટૂંકા ગાળાના ચેપનું કારણ બની શકે છે. નવા કેસ માટે પોલિયોની રસી જવાબદાર છે. એક પોલિયો વાયરસ બીજા પોલિયો વાયરસને મારી નાખે છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે લાંબા સમય સુધી શરીરમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ઘણી વખત પરિવર્તન કરવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.