Get The App

પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટનામાં 8 લોકોના મોત, મૃતકોને રૂ. 10-10 લાખના વળતરની જાહેરાત

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Kanchanjungha Express west bengal train accident


West Bengal Train Accident: આજે અઠવાડિયાના પહેલા જ દિવસે પશ્ચિમ બંગાળમાં સવારે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક માલગાડીએ સિયાલદાહ જઈ રહેલી કાંજનજંગા એક્સેપ્રેસ ટ્રેનને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ કારણે કાંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતના અહેવાલ છે. જ્યારે અંદાજે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ દાર્જિલિંગ જિલ્લા રેલવે બોર્ડના અધ્યક્ષના જણાવ્યાનુસાર માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવણગણના કરી હતી.

પીડિતોને સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો : રેલવે મંત્રી

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવતી સહાયતાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મૃતકના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાઓ પહોંચી છે તેઓને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી પ્રત્યેક મૃતકોના પરિવારજનોને  2 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. 

સિયાલદાહ માટે ટ્રેન ઘટનાસ્થળેથી રવાના થઈ

પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિત્રાએ જણાવ્યું હતું કે 'ટ્રેન સ્થળ પરથી સિયાલદાહ માટે રવાના થઈ ગઈ છે. આ ટ્રેન બપોરે 12.40 વાગ્યે ઉપડી હતી. મોટાભાગના મુસાફરો માલદા અને બોલપુરના છે.'

ટ્રેનની ગંભીર દુર્ઘટના સવારે બની હતી

આજે સવારે લગભગ 9.30 વાગ્યે જ્યારે 13174 કાંજનજંગા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદાહ જઈ રહી હતી. તે દરમિયાન માલગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કાંજનજંગા એક્સપ્રેસના ડબ્બા ટ્રેનના પાટા પરથી ઉતરી ગયા હતા. એટલુ જ નહીં ડબ્બા પણ એક બીજા પર ચડી ગયા હતા. અકસ્માત સર્જાતા મુસાફરોની ચિચિયારી ગુંજી ઉઠી હતી તેમજ ગભરાટ ફેલાય ગયો હતો. બાળકો રડવા લાગ્યા હતા. દુર્ઘટનાની જાણ થતા જ NDRF અને SDRFની ટીમ સાથે સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું.

ગેસ કટરથી ડબ્બા તોડીને લોકોને બહાર કઢાયા

દુર્ધટના બાદ ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ગેસકટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રેનના ડબ્બાને ગેસકટરથી તોડીને લોકોને બહાર કઢાયા હતા. ટ્રેન અકસ્માતનું ચોક્કસ કારણ જાણી હાલ જાણી શકાયું નથી, પરંતુ દાર્જિલિંગ જિલ્લામાં રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે 'બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ અકસ્માતમાં સિગ્નલની અવગણના કરનાર માલગાડીના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરની સાથે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનું પણ મોત થયું હતું.'


ગંભીર દુર્ઘટનાને પગલે રેલવે મંત્રીએ દુખ વ્યક્ત કર્યું

આ ગંભીર દુર્ઘટનાને પગલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું  કે, 'NFR ઝોનમાં ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, NDRF અને SDRFની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.'

રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

• સિયાલદહમાં હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરાયો 

033-23508794

033-23833326

• ગુવાહાટી રેલવે સ્ટેશન માટે હેલ્પલાઈન નંબર

03612731621

03612731622

03612731623

• LMG હેલ્પલાઇન નંબર

03674263958

03674263831

03674263120

03674263126

03674263858

કાંચનજંગા ટ્રેન દુર્ઘટના બાદ 19 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી

• 19602 ન્યૂ જલપાઈગુડી- ઉદયપુર સિટી વીકલી એક્સપ્રેસ

• 20503 ડિબ્રુગઢ- નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ

• 01666 અગરતલા- રાણી કમલાપતિ સ્પેશિયલ ટ્રેન

• 12377 સિયાલદાહ- ન્યૂ અલીપુરદ્વાર પદિક એક્સપ્રેસ

• 06105 નાગરકોઈલ જં.- ડિબ્રુગઢ સ્પેશિયલ

• 20506 નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ.

• 12424 નવી દિલ્હી- દિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ

• 22301 હાવડા- ન્યૂ જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ

• 12346 ગુવાહાટી-હાવડા સરાઈઘાટ એક્સપ્રેસ

• 12505 કામાખ્યા- આનંદ વિહાર ઉત્તરપૂર્વ એક્સપ્રેસ

• 12510 ગુવાહાટી-બેંગલુરુ એક્સપ્રેસ

• 22302 ન્યૂ જલપાઈગુડી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ

• 15620 કામાખ્યા-ગયા એક્સપ્રેસ

• 15962 દિબ્રુગઢ-હાવડા કામરૂપ એક્સપ્રેસ

• 15636 ગુવાહાટી- ઓખા એક્સપ્રેસ

• 15930 ન્યૂ તિનસુકિયા- તાંબરમ એક્સપ્રેસ

• 13148 બામનહાટ- સિયાલદાહ નોર્થ બેંગ એક્સપ્રેસ

• 22504 દિબ્રુગઢ-કન્યાકુમારી એક્સપ્રેસ

પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટનામાં 8 લોકોના મોત, મૃતકોને રૂ. 10-10 લાખના વળતરની જાહેરાત 2 - image


Google NewsGoogle News