પરિવારના ત્રણ સભ્યોએ ફેસબૂક લાઈવ પર કરી સામૂહિક આત્મહત્યા, આવુ હતુ કારણ
કલકત્તા, તા. 11. જાન્યુઆરી. 2022 મંગળવાર
પશ્ચિમ બંગાળમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક આખા પરિવારે ફેસબૂક લાઈવ પર સામૂહિક આત્મહત્યા કરી છે.
આ ઘટના 24 પરગણા જિલ્લાની છે.જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી છે.પોતાના સુસાઈડને તેમણે ફેસબૂક લાઈવ પર મુક્યો હતો.મળતી વિગતો પ્રમાણે અશોક અને રીતા નસ્કર નામના દંપતિને એક પુત્ર અને એક પુત્રી છે.પુત્રી પૂનમ એક સેલ્ફ હેલ્પ ગ્રૂપ સાથે જોડાયેલી છે.
આ ગ્રૂપના સભ્યોના 14 લાખ રુપિયા હડપી જવાનો આરોપ પૂનમ પર લગાવીને આ ગ્રૂપની મહિલાઓ તેના ઘરે પહોંચી હતી.તેમણે પૂમને અપમાનીત કરી હતી અને એ પછી તેની સાથે બાકીના પરિવારજનોને ઘરની બહાર કાઢ્યા હતા.
પૂનમને રસ્સી વડે બાંધીને આખા ગામમાં ફેરવવામાં આવી હતી અને બાદમાં તેને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.
પોલીસનુ કહેવુ છે કે, એ પછી અશોક, રીતા પોતાના પુત્ર અભિષેક સાથે જંગલમાં ગયા હતા અને ત્યાં તેમણે આત્મહત્યા કરી હતી.તેમની આત્મહત્યાન વિડિયો વાયરલ થવા માંડ્યો ત્યારે ભારે હંગામો મચી ગયો હતો.
હવે પોલીસે સેલ્ફ હેલ્પ ગ્રૂપની પાંચ મહિલાઓની અટકાયત કરીને પૂછપરછ શરુ કરી છે.