Get The App

‘દુષ્કર્મ વિરોધી કાયદા’ માટે મમતા સરકારને ભાજપનું સમર્થન, આવતીકાલે વિધાનસભા રજૂ કરશે ખરડો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Mamata Banerjee



West Bengal Anti Rape law: કોલકાતામાં આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે મમતા સરકાર ચારે તરફથી ઘેરાયલી છે. પશ્ચિમ બંગાળ સરકાર વિરૂદ્ધ સતત વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આ દરમિયાન સરકારે સોમવારે (2 ઓગસ્ટ) બે દિવસીય વિશેષ સત્ર બોલાવ્યો છે. આ વિશેષ સત્રમાં દુષ્કર્મના દોષિતોને 10 દિવસની અંદર ફાંસીની સજા સુનિશ્ચિત કરતો એક ખરડો રજૂ કરવામાં આવશે. મમતા બેનર્જીના આ પગલાને મુખ્ય વિપક્ષી દળ ભાજપ પણ સમર્થન આપશે.

ખરડાને ભાજપ સમર્થન આપશે

ભાજપે કહ્યું છે કે, 'ભાજપના ધારાસભ્યો બળાત્કાર વિરૂદ્ધ પશ્ચિમ બંગાળ સરકારના ખરડાને સમર્થન આપશે. જો કે, અમે મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે વિધાનસભામાં વિરોધ કરીશું.' નોંધનીય છે કે, સોમવારનો સત્ર શોક સંવેદના પછી સમાપ્ત થશે. 

આ પણ વાંચોઃ ‘ભાજપ સરકારમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે’ હરિયાણા-મહારાષ્ટ્રની ઘટના મુદ્દે રાહુલ ગાંધીની પોસ્ટ

મમતાએ કર્યું હતું એલાન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ થોડાક દિવસો પહેલા તેમની પાર્ટીના વિદ્યાર્થી એકમના સ્થાપના દિવસને કોલકાતા ઘટનાની પીડિતાને સમર્પિત કર્યું હતું. આ દરમિયાન મમતા બેનર્જીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, 'તેમની સરકાર સરકાર બળાત્કાર વિરોધી કાયદો બનાવશે, જેથી આવા કેસોમાં આરોપીઓને મૃત્યુદંડ મળે. હું તમામ જૂથોને વિનંતી કરું છું કે તેઓ 31 ઓગસ્ટના રોજ કોલકાતાની ઘટનાના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરે અને મહિલાઓને 1 સપ્ટેમ્બરે બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા આપવા માટે કાયદામાં ફેરફારની માગણી સાથે વિરોધ કરવાનું આગ્રહ કરું છું.'

આ પણ વાંચોઃ ‘ન્યાય મળે, ત્યાં સુધીમાં દીકરીની જિંદગી ખતમ...’ કોર્ટમાં દુષ્કર્મના પેન્ડિંગ કેસ મુદ્દે બોલ્યા રાષ્ટ્રપતિ મુર્મૂ

ભાજપ પર પ્રહાર

કોલકાતાની ઘટનાને લઈને ભાજપ મમતા બેનર્જી પાસેથી રાજીનામું માંગી રહ્યું છે. તેના જવાબમાં ટીએમસીના વડાએ કહ્યું, 'શું ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મણિપુરના મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધોને લઈને રાજીનામું આપી દીધું છે? મેં આ કેસને સોલ્વ કરવા માટે પાંચ દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ આ મામલો સીબીઆઇને મોકલી દેવામાં આવ્યો. સીબીઆઇને તપાસ શરૂ કર્યા 16 દિવસ થઇ ગયા પણ ન્યાય ક્યાં છે?'


Google NewsGoogle News