Get The App

બંગાળમાં રાજકિય તકરાક ચરમસીમાએ, ભાજપના કાર્યકરો પર હુમલો, એકનું મોત

Updated: Dec 12th, 2020


Google NewsGoogle News
બંગાળમાં રાજકિય તકરાક ચરમસીમાએ, ભાજપના કાર્યકરો પર હુમલો, એકનું મોત 1 - image

નવી દિલ્હી, તા. 12 ડિસેમ્બર 2020, શનિવાર

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ રાજકિય તકરાર અત્યારથી જ ચરમસીમાંએ પહોંચી ગયો છે. ભાજપ અને TMC વચ્ચે તકરાર અત્યારથી જ શરૂ થઈ ચુકી છે. ભાજપે દાવો કર્યો છે કે, ઉત્તર પરગનાના હલિશહરમાં શનિવારે તેના કાર્યકર્તાઓ પર TMCના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે જેમાં એકનું મોત થયું છે જ્યારે 6 કાર્યકર્તાઓ ઘાયલ થયાં છે.

ભાજપ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે વધુ એક દિવસે, વધુ એક હત્યા, હલિશહેરમાં કાર્યકર્તા સેકત ભવાલની TMCના ગુંડાઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી. જ્યારે અન્ય 6 કાર્યકર્તાઓ ગંભીરરીતે ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોને કલ્યાણીના જેએન મેમોરિયલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સેકત ભવાલ પર હુમલો ત્યારે થયો જ્યારે તે પાર્ટી માટે ડોર ટૂ ડોર કેમ્પેઈન કરી રહ્યો હતો. જ્યારે TMCએ આરોપ લગાવ્યો છે કે આ ઘટના વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ છે.

ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે, RSS કાર્યકર્તા અને 6 નંબર વોર્ડ હલિશહરમાં રહેત સકૈત ભવાલની હત્યા કરી દેવામાં આવી. પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે.

ઉલ્લેખનિય છે કે, બંગાળમાં ચૂંટણીને હજુ ઘણો સમય છે પરંતુ રાજકિય  હિંસાનો સિલસિલો શરૂ જ છે. ભાજપ અને TMCના કાર્યકર્તાઓ ઘણીવાર પરસ્પર લડી ચુક્યા છે. બંન્ને જ પાર્ટીઓનો આરોપ છે કે તેમના કાર્યકર્તાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યાં છે. હાલમાં જ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો. જે બાદ બંગાળની રાજનીતિમાં હડકંપ મચેલો છે.


Google NewsGoogle News