VIDEO: કોલકાતામાં દુષ્કર્મ-હત્યા કેસના વિરોધમાં બબાલ, પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઈજા
Kolkata Doctor Rape And Murder Case : પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આર.જી.કર મેડિકલ કૉલેજમાં મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ કરાયા બાદ હત્યાના વિરોધમાં દેશભરમાં રોષ ભભુક્યો છે. વિવિધ રાજ્યોમાં ડૉક્ટરો અને મેડિકલ કર્મચારીઓ ઘણા દિવસથી આંદોલન સાથે ભારે દેખાવો કરી રહ્યા છે, ત્યારે કોલકાતાનાં સાલ્ટલેક સ્થિત ફુટબૉલ સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.
કલમ 163 લાગુ થયા બાદ ફુટબોલ મેચ રદ
ભારે દેખાવોને પગલે અગાઉ કોલકાતા પોલીસે આરજી કર મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ પાસે કલમ 144 લાગુ કરી હતી. હવે કોલકાતા પોલીસ કમિશનરે બેલિયાઘાટના ઈએમ બાઈપાસ સ્થિત કલમ 163 (અગાઉ 144) નોટિસ જારી કરી દીધી છે, જેના કારણે પોલીસે સાલ્ટલેક સ્થિત યુવા ભારતી રમતના મેદાનમાં ઈસ્ટ બંગાળ અને મોહન બાગાનની યોજાનાર ડર્વી ફુટબોલ મેચ રદ કરી દીધી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બળે તે માટે પોલીસે આ નિર્ણય લીધો છે. વિધાનનગર કમિશ્નરેટનો દાવો કર્યો છે કે, સમર્થકોના દેખાવોમાં ભારે શોર-બકોરની આશંકા હતી, પરંતુ તેમ છતાં સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા અને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને સમર્થકોની ધરપકડ કરી રહી છે.
ફૂટબોલ સમર્થકોએ દેખાવો કર્યા
આ મેચ આજે 18મી ઓગસ્ટે યોજાવાની હતી, પરંતુ એક દિવસ પહેલા જ પોલીસે સુરક્ષાના કારણોસર મેચ રદ કરવાની જાહેરાત કરી હતી. તે મેચમાં પૂર્વ બંગાળ અને મોહન બાગાનના સમર્થકોએ દુષ્કર્મ-હત્યા કેસમાં ન્યાયની માંગણી સાથે વિરોધ કર્યો હતો. આ દરમિયાન સમર્થકોની ભીડ વધવા લાગી હતી અને તેો ભારે દેખાવો કરી રહ્યા હતા, જેના કારણે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.