Get The App

પશ્ચિમ બંગાળઃ શિક્ષણ મંત્રીની ધરપકડ, અર્પિતા મુખર્જીના ઘરેથી મળ્યા હતા 20 કરોડ રોકડા

Updated: Jul 23rd, 2022


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળઃ શિક્ષણ મંત્રીની ધરપકડ, અર્પિતા મુખર્જીના ઘરેથી મળ્યા હતા 20 કરોડ રોકડા 1 - image


- ગત રોજ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના ગણાતા અર્પિતાના ઘરેથી 20 કરોડ રોકડા મળી આવ્યા હતા જેના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2022, શનિવાર

પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ હવે મંત્રીઓ સુધી પહોંચી છે. આ મામલે મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ઈડીએ તેમની નજીકના ગણાતા અર્પિતા મુખર્જીને પણ કસ્ટડીમાં લીધા છે. 

ઈડીએ 26 કલાક સુધી પાર્થ ચેટર્જીની પુછપરછ કરી હતી. ધરપકડ પહેલા પાર્થે ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપ્યો હોવાથી ધરપકડ બાદ મેડિકલ માટે લઈ જવાયા હતા. ઈડીના અધિકારીઓ દ્વારા હાલ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. 

ઈડીએ શુક્રવારના રોજ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે દરોડો પાડ્યો હતો. તેમના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. ત્યાર બાદ ઈડી દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, ઈડીની ટીમ કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર પશ્ચિમ બંગાળ સ્કુલ સેવા આયોગ ભરતી કૌભાંડના આરોપી પાર્થ ચેટર્જીના ઘરે પહોંચી હતી. 

વધુ વાંચોઃ બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડ મામલે ઈડીનો સપાટો, મંત્રીના સગાના ઘરેથી 20 કરોડ રોકડા મળી આવ્યા


Google NewsGoogle News