Get The App

પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી, કથિત રાશન વિતરણ કૌંભાડમાં TMC નેતાની ધરપકડ

ગઈકાલે EDના અધિકારીઓ પર સરબેરિયા વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો હતો

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી, કથિત રાશન વિતરણ કૌંભાડમાં TMC નેતાની ધરપકડ 1 - image


ED Arrested Shankar Adhya : પશ્ચિમ બંગાળમાં EDએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા EDએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી હતી.

ગઈકાલે EDના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો

પશ્ચિમ બંગાળ (west bengal)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ  કથિત રાશન વિતરણ કૌભાંડમાં આજે સવારે બોનગાંવ નગરપાલિકા (Bongaon Municipality)ના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યા (Shankar Aadhya)ની ધરપકડ કરી છે. આ પહેલા ગઈકાલે આ કેસમાં શંકર આધ્યા અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શેખ શાહજહાં (Sheikh Shahjahan)ના ઘર પર ED અધિકારીઓ જ્યારે દરોડા પાડવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આજે શંકર આધ્યાને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે

EDએ ગઈકાલે સાંજે શંકર આધ્યાના સાસરના ઘરેથી 8 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા હતા. બાદમાં અડધી રાત્રે કાર્યવાહી કરીને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં લાવવામાં આવશે તેમજ આજે સવારે મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમની ધરપકડ સમયે ભારે ભીડ જોવા મળી હતી. આ પહેલા ગઈકાલે સવારે EDના અધિકારીઓ પર સરબેરિયા વિસ્તારમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ અને TMC નેતા શેખ શાહજહાંના સમર્થકોએ CRPF જવાનોની હાજરીમાં અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.

પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી, કથિત રાશન વિતરણ કૌંભાડમાં TMC નેતાની ધરપકડ 2 - image


Google NewsGoogle News