Get The App

અંતે TMC અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઈનલ! મમતાએ આપી 5 બેઠકો, અન્ય બે રાજ્યો પણ સમજૂતી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
અંતે TMC અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઈનલ! મમતાએ આપી 5 બેઠકો, અન્ય બે રાજ્યો પણ સમજૂતી 1 - image


Congress and TMC Alliance : પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી વચ્ચે 'I.N.D.I.A.' ગઠબંધન હેઠળ બેઠક વહેંચણીનું સમાધાન થઈ ચૂક્યું છે. સૂત્રોએ શનિવારે માહિતી આપી છે કે, પશ્ચિમ બંગાલમાં ટીએમસી કોંગ્રેસ માટે પાંચ બેઠકો છોડશે. ટીએમસી કોંગ્રેસને જે બેઠકો આપવા માટે રાજી થઈ છે, તેમાં દાર્જિલિંગ, રાયગંજ, દક્ષિણ માલ્દા, બહરામપુર અને પુરુલિયા સામેલ છે.

સૂત્રોના અનુસાર, આ સિવાય મેઘાલય અને આસામમાં પણ બેઠક વહેંચણીની સમજૂતી થઈ ચૂકી છે. કોંગ્રેસ ટીએમસીને મેઘાલયમાં તૂરા બેઠક આપવા માટે તૈયાર છે. આસામમાં પણ કોંગ્રેસ ટીએમસી માટે એક બેઠક છોડશે.

સૌથી મોટો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનોઃ જયરામ રમેશ

આ અગાઉ શનિવારે જ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, 'પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની સાથે બેઠક વહેંચણીની સંભાવનાઓ પર ચર્ચા ચાલી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ 'I.N.D.I.A.' ગઠબંધનને મજબૂત કરવા ઈચ્છે છે અને સૌથી મોટો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે.'

અગાઉ મમતા બેનર્જીએ 2 બેઠકો ઓફર કરી હતી

જણાવી દઈએ કે, બેઠક વહેંચણી મુદ્દે બંને પાર્ટીઓ વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો કારણ કે ટીએમસીએ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરી હતી. આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ એ પણ કહ્યું હતું કે રાજ્યમાં તેમની પાર્ટી એકલા ચૂંટણી લડશે. તેનાથી તેમના 'I.N.D.I.A.' ગઠબંધનથી અલગ થવાની અટકળોએ જોર પકડ્યું હતું. બંને પાર્ટીઓને કેટલાક નેતાઓ વચ્ચે વાકયુદ્ધ પણ શરૂ થયું હતું.

કોંગ્રેસ અને AAP વચ્ચે સમજૂતી

લોકસભા ચૂંટણી પહેલા 'I.N.D.I.A.' ગઠબંધનની પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠક વહેંચણીની સમજૂતી થઈ ચૂકી છે. જોકે, બંને પાર્ટીઓએ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવા માટે બેઠક વહેંચણીની સમજૂતી કરી છે.


Google NewsGoogle News