Get The App

'...તો મારું મોત થઈ ગયું હોત', કાર અકસ્માતમાં મમતા બેનર્જીને ઈજા પહોંચી, ઘટના અંગે કરી વાત

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
'...તો મારું મોત થઈ ગયું હોત', કાર અકસ્માતમાં મમતા બેનર્જીને ઈજા પહોંચી, ઘટના અંગે કરી વાત 1 - image


Mamata Banerjee Car Accident: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષ મમતા બેનર્જી કાર અકસ્માના કારણે બુધવારે (24 જાન્યુઆરી) ઈજાગ્રસ્ત થઈ ગયા હા. જેમાં તેમને સામાન્ય ઈજા પહોંચી છે.

ડ્રાઈવરે એવું ન કર્યું હોત તો અમારી કાર બીજા વાહન સાથે અથડાઈ જાત ઃ મમતા બેનર્જી

પૂર્વીય બર્ધમાન જિલ્લામાં એક વહીવટી બેઠક બાદ પરત ફરતા સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીના માથામાં સામાન્ય ઈજા થઈ. કાર ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી, જેના કારણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઈજા પહોંચી છે. ત્યારે હવે આ ઘટના અંગે મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, હું બર્ધમાનથી પરત ફરી રહી હતી. આ દરમિયાન મારી કારને બીજી કાર સાથે ટકરાતા બચાવવા માટે ડ્રાઈવરે અચાનક બ્રેક મારવી પડી. તેવામાં મારું માથા પર ઈજા થઈ અને લોહી નિકળવા લાગ્યું, પરંતુ ડ્રાઈવરે ધીરજ રાખી. ડ્રાઈવરે એવું ન કર્યું હોત તો અમારી કાર બીજા વાહન સાથે અથડાઈ જાત.

બેનર્જીએ વધુમાં કહ્યું કે, આ દુર્ઘટના દરમિયાન મારી કારનો કાચ ખુલ્લો હતો. આ બંધ હોત તો કદાચ એક્સિડેન્ટ વધુ ખતરનાક બન્યો હતો અને મારું મોત પણ થયું હોત. મારો જીવ લોકોની પ્રાર્થનાના કારણે બચ્યો છે. કેસની તપાસ પોલીસ કરશે. ખરાબ હવામાનના કારણે મારે રોડ પરથી પસાર થવું પડ્યું હતું. મહત્વનું છે કે, ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે તેઓ હેલિકોપ્ટરથી મુસાફરી નથી કરી રહ્યા.

શું છે સમગ્ર મામલો?

બુધવારે પૂર્વીય બર્ધમાનના ગોદાર મેદાનમાં મમતા બેનર્જીની વહીવટી બેઠક યોજી. બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતા પરત ફરવા માટે કારમાં બેઠા. ત્યારબાદ સભા સ્થળેથી જીટી રોડ પર કાર ચઢતા સમયે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી દીધી. જેને લઈને મુખ્યમંત્રીના માથા પર ઈજા પહોંચી હતી. જોકે, મમતા બેનર્જીએ ગાડી રોકી ન હતી અને સીધા તેઓ કોલકાતા જવા રવાના થઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીના અનુસાર, ઈજાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રીના માથા પર રૂમાલ બાંધ્યો હતો.

કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, અમે હમણા કાર એક્સિડેન્ટમાં મમતા બેનર્જીને ઈજા થવા અંગે સાંભળ્યું. અમે તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ.


Google NewsGoogle News