પશ્ચિમ બંગાળમાં મહુઆ વિરુદ્ધ ભાજપની ‘રાણી’, તૃણમૂલને ટક્કર આપશે શાહી પરિવારના રાજમાતા

ભાજપે કૃષ્ણાનગર બેઠક પરથી રાજમાતા અમૃતા રોયને ઉમેદવાર બનાવતા મહુવા મોઈત્રાની મુશ્કેલી વધી

અમૃતા રોય કૃષ્ણાનગરની પ્રતિષ્ઠિત રોયલ પેલેસના રાણી માતા છે

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળમાં મહુઆ વિરુદ્ધ ભાજપની ‘રાણી’, તૃણમૂલને ટક્કર આપશે શાહી પરિવારના રાજમાતા 1 - image

Lok Sabha Elections 2024 : ભાજપે રવિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી, જેમાં 111 ઉમેદવારોના નામ છે. ભાજપે પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર (Krishnanagar) બેઠક પરથી રાજમાતા અમૃતા રોય (Rajmata Amrita Roy)ને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જેઓ TMCના મહુઆ મોઈત્રા (Mahua Moitra) સામે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ બેઠક પશ્ચિમ બંગાળ (West Bengal)ની મહત્વપૂર્ણ બેઠકોમાંથી એક છે. ભાજપના આ નિર્ણયને મહુઆ મોઈત્રાને પડકાર આપતો ટ્રમ્પ કાર્ડ કહેવાઈ રહ્યો છે. ચૂંટણીમાં આ વખતે મહારાજા કૃષ્ણચંદ્રનું નામ રાજકારણ સાથે સીધું જોડાઈ રહ્યું છે. અમૃતા રોય કૃષ્ણાનગરના પ્રતિષ્ઠિત રજવાડી (રોયલ પેલેસ)ની રાણી માતા છે. તેમની સંભવિત ઉમેદવારી અંગે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી.

અમૃતા રોયથી ભાજપને ફાયદો થશે?

અમૃત રોય 20 માર્ચે ભાજપમાં જોડાયા હતા. તેમણે બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. અમૃતા રોય કૃષ્ણાનગરથી ચૂંટણી મેદાનમાં છે. નાદિયા જિલ્લાના ઈતિહાસમાં રાજા કૃષ્ણચંદ્રનું યોગદાન સૌ કોઈ જાણે છે. કૃષ્ણાનગર રાજવી પરિવારની ભૂમિકા આજે પણ યાદ કરાય છે. નિષ્ણાતો માને છે કે, અમૃતાથી ભાજપની પ્રતિષ્ઠા વધવા ઉપરાંત મહુઆ મોઈત્રાને પણ ટક્કર આપી શકશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા નેતૃત્વએ પહેલા અમૃતાને ઉમેદવાર બનાવવામાં રસ દાખવ્યો અને પછી પાર્ટીએ તેમની સાથે વાતચીત શરૂ કરી. ઘણી બેઠકો બાદ અમૃતા રોય ઉમેદવાર બનવા માટે રાજી થયા બતા.

છેલ્લી ચૂંટણીમાં મહુઆ મોઇત્રાનો ભવ્ય વિજય થયો હતો

TMC નેતા મહુઆ મોઈત્રા 2019ની લોકસભા ચૂંટણીમાં કૃષ્ણાનગર બેઠક પરથી જીત્યા હતા. તેમને 614872 વોટ મળ્યા, જ્યારે BJPના કલ્યાણ ચૌબેને કુલ 551654 વોટ મળ્યા હતા. મહુઆ મોઈત્રા 63218ના જંગી માર્જિનથી જીત્યા હતા. 2019ની ચૂંટણીમાં મહુઆની જીતનું કારણ ચોપરા, પલાશીપારા અને કાલીગંજ મતવિસ્તાર હતા. મહુઆને આ ત્રણેય વિધાનસભામાંથી જંગી મત મળ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કાલીગંજ વિધાનસભામાં ભાજપનું સંગઠન ઘણું મજબૂત બન્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, વોટ માર્જિન વધારવા માટે અમૃતા રોય જેવા સ્થાનિક, પ્રભાવશાળી અને પરિચિત ચહેરાને મેદાનમાં ઉતારવાનું વિચારાઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં અમૃતા રોયનું નામાંકન ભાજપને મજબૂત બનાવવામાં મદદ કરશે.

રાજા કૃષ્ણ ચંદ્ર દેવ અને કૃષ્ણાનગર રોયલ પેલેસનો વારસો

રાજા કૃષ્ણ ચંદ્ર દેવ ભારતીય ઈતિહાસમાં પ્રસિદ્ધ છે, ખાસ કરીને બંગાળમાં... 18મી સદીમાં તેઓ શ્રેષ્ઠ શાસન માટે જાણીતા છે. બંગાળમાં વહીવટી સુધારા, કળાને પ્રોત્સાહન અને બંગાળી સંસ્કૃતિમાં ગૌરવને કારણે તેમનો વારસો હજુ પણ સચવાયેલો છે, જે તેમના શાસનની ખાસિયત હતી. રાજવી પરિવારમાં જન્મેલા કૃષ્ણચંદ્રને નાની ઉંમરે નાદિયા જિલ્લાની ગાદી વારસામાં મળી હતી. તેમણે સામાજિક, સાંસ્કૃતિક અને વહીવટી સુધારાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરવા ઉપરાંત રાજ્યના વિકાસમાં મોટો ફાળો આપ્યો હતો. કૃષ્ણનગર રાજબારી, જેને કૃષ્ણનગરના મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થાપત્યની ભવ્યતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. તે એક સમયે નાદિયાના મહારાજાઓનું શાહી નિવાસસ્થાન હતું અને આજે પણ છે. સદીઓ જૂની કલાકૃતિઓથી માંડીને શાહી વારસાની ઝાંખીઓ સુધી, કૃષ્ણાનગર રજવાડીનો વારસો અદભૂત છે.


Google NewsGoogle News