તૃણમૂલની 42 ઉમેદવારની યાદી જાહેર, કોંગ્રેસના અધીર રંજન સામે ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ
કોંગ્રેસ કે કોઇ અન્ય પક્ષ સાથે બેઠકોની વહેંચણીની સમજૂતી ન થતાં એકલા ચાલો રેની નીતિ અપનાવી
image : Twitter |
TMC Candidates List : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીએ I.N.D.I.A. ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ કે કોઇ અન્ય પક્ષ સાથે બેઠકોની વહેંચણીની સમજૂતી ન થતાં એકલા ચાલો રેની નીતિ અપનાવી છે. આ સાથે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જે કોંગ્રેસ માટે પણ મોટો ઝટકો મનાઈ રહ્યો છે.
યાદીમાં કોને ક્યાંથી ટિકિટ?
તૃણમૂલ કોંગ્રેસની આ યાદીમાં ચોંકાવનારું નામ ગુજરાતના જાણીતા ક્રિકેટ બંધુ પૈકી એક ઈરફાન પઠાણના ભાઈ યુસુફ પઠાણનું નામ છે. તેમને બરહામપુરની બેઠક પરથી લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે બીજી બાજુ સંસદમાંથી બરતરફ થયેલા પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને ફરી એકવાર ક્રૃષ્ણનગરની બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલકાતાના બ્રિગેડ મેદાનમાં મોટી રેલી
આ દરમિયાન મમતા બેનરજીની પાર્ટીએ આજે પ.બંગાળની રાજધાની કોલકાતાના બ્રિગેડ મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કરીને ત્યાં આ યાદી જાહેર કરી હતી. ટીએમસીના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે ભાજપ પાસે ઈડી, સીબીઆઈ અને કોર્ટ છે, જ્યારે અમારી પાસે લોકોનું સમર્થન છે. અમારી લડાઈ ફક્ત ભાજપથી નહીં પરંતુ ડાબેરી અને અધીર ચૌધરીના નેતૃત્વ હેઠળની બંગાળ કોંગ્રેસ સાથે પણ છે.
કેન્દ્ર સરકાર સામે તાક્યું નિશાન
તૃણમૂલ સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે લોકો ઘણી બધી વાતો કહી રહ્યા છે, જેમ કે નેતાઓની હિજરત બાદ તૃણમૂલનો સફાયો થઈ જશે. આજે તૃણમૂલ બ્રિગેડનો કાર્યક્રમ નથી, પરંતુ ગરીબોનો કાર્યક્રમ છે. કેન્દ્ર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે 100 દિવસ સુધી આ યોજના હેઠળ કામ કર્યા પછી પણ બંગાળના 59 લાખ લોકોનું ફંડ રોકી દેવામાં આવ્યું. મમતા બેનરજી સરકારે તેમની બાકી રકમ ચૂકવી દીધી. આ બ્રિગેડ એવા 11.36 લાખ પરિવારો માટે છે જેમને ભાજપના ભંડોળ રોકવાના નિર્ણયને કારણે ઘરો નથી મળ્યા. આ ભાજપના વિસર્જનને સુનિશ્ચિત રનારી બ્રિગેડ છે.
જુઓ કઈ બેઠક પરથી કયા ઉમેદવારને ટિકિટ?
1. કૂચ બિહાર (SC)- જગદીશ ચંદ્ર બસુનિયા
2. અલીપુરદ્વાર (ST)- પ્રકાશ ચિક બડાઈક
3. જલપાઈગુડી (SC)- નિર્મલ ચૌધરી રોય
4. દાર્જિલિંગ- ગોપાલ લામા
5. રાયગંજ- કૃષ્ણા કલ્યાણી
6. બાલુરઘાટ- બિપ્લબ મિત્રા
7. માલદા ઉત્તર- પ્રસુન બેનરજી
8. માલદા દક્ષિણ- શાહનવાઝ અલી રાયહાન
9. જાંગીપુર- ખલીલુર્ર રહેમાન
10. બરહામપુર- યુસુફ પઠાણ
11. મુર્શિદાબાદ- અબુ તાહેર ખાન
12. કૃષ્ણનગર- મહુઆ મોઇત્રા
13. રાણાઘાટ (SC)- મુકુટ મણિ અધિકારી
14. બોનગાંવ- વિશ્વજીત દાસ
15. બેરકપુર- પાર્થ ભૌમિક
16. દમ દમ- પ્રોફેસર સૌગત રોય
17. બારાસત- કાકોલી ઘોષ દસ્તીદાર
19. જોયનગર (SC)- પ્રતિમા મંડળ
20. મથુરાપુર (SC)- બાપી હલદર
21. ડાયમંડ હાર્બર- અભિષેક બેનરજી
22. જાદવપુર- સાયોની ઘોષ
23. કોલકાતા દક્ષિણ- માલા રોય
24. કોલકાતા ઉત્તર- સુદીપ બંદોપાધ્યાય
25. હાવડા- પ્રસુન બેનરજી
26. ઉલુબેરિયા- સજદા અહેમદ
27. સેરામપુર- કલ્યાણ બેનરજી
28. હુગલી- રચના બેનરજી
29. આરામબાગ (SC)- મિતાલી બાગ
30. તમલુક- દેબાંશુ ભટ્ટાચાર્ય
31. કાંથી- ઉત્તમ બારિક
32. ઘાટલ- દીપક અધિકારી (દેવ)
33. ઝારગ્રામ (ST)- કાલીપાડા સોરેન
34. મેદિનીપુર- જૂન માલિયા
35. પુરુલિયા- શાંતિરામ મહંતો
36. બાંકુરા- અરૂપ ચક્રવર્તી
37. બિષ્ણુપુર (SC)- સુજાતા મંડળ
38. બર્ધમાન પૂર્વા (SC)- ડૉ. શર્મિલા સરકાર
39. બર્ધમાન દુર્ગાપુર- કીર્તિ આઝાદ
40. આસનસોલ- શત્રુઘ્ન સિંહા
41. બોલપુર (SC)- અસિત કુમાર મલ
42. બીરભૂમ- શતાબ્દી રોય
નોંધનીય છે કે, આ યાદીમાં અર્જુન સિંહનું નામ નહીં આવતા તેઓ તૃણમલૂની રેલી અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા.