આંખમાં જીભ ફેરવીને ઇલાજ કરવાની વિચિત્ર રીત, અજબ ગજબ વીડિયોએ ચર્ચા જગાવી

પૌઢ મહિલા બારિકાઇથી યુવતીની આંખનું નીરિક્ષણ કરે છે.

ત્યાર બાદ આંખમાં જીભ નાખીને મહિલા પછીથી થુંકી દે છે.

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
આંખમાં જીભ ફેરવીને ઇલાજ કરવાની વિચિત્ર  રીત, અજબ ગજબ વીડિયોએ ચર્ચા જગાવી 1 - image


નવી દિલ્હી,૨૮ જૂન,૨૦૨૪, શુક્રવાર 

સોશિયલ મીડિયામાં અજબ ગજબ પ્રકારના વીડિયો ટ્રેન્ડ કરતા હોય છે. એવો જ એક વીડિયો વાયરલ જોવા મળે છે જેમાં એક વૃધ્ધ મહિલા નાની યુવતીની આંખની સફાઇ પોતાની જીભથી કરી રહી છે. આંખની સારવાર માટેની અજબ પ્રકારની આ રીતે અરુચિ પેદા કરે તેવી છે. આંખમાં જીભ નાખીને મહિલા પછીથી થુંકી દે છે. શરુઆતમાં તો આ મહિલા શું કરે છે તે ધ્યાનમાં આવતું નથી પરંતુ પછીથી સમજાય છે મહિલા આંખનો ઇલાજ કરી રહી છે.

આ વીડિયો ગ્રામીણ પુષ્ઠભૂમિનો છે પરંતુ ભારતના કયાં સ્થળનો છે તે જાણી શકાતું નથી. છોકરીને આંખમાં તકલીફ હોવાથી મહિલા પાસે એક યુવતી આવે છે. પૌઢ મહિલા બારિકાઇથી યુવતીની આંખનું નીરિક્ષણ કરે છે. ત્યાર બાદ ધીમે ધીમે તેની જીભનું ટેરવું આંખમાં નાખે છે. આ દરમિયાન છોકરી ખૂબજ ઝડપથી આંખોના ડોળા આમ તેમ ફેરવે છે. ત્યાર બાદ આંખમાંથી જીભ બહાર કાઢીને મહિલા કશુંક થુંકે છે. આ દરમિયાન જ યુવતી હસતી જણાય છે.

આ દરમિયાન જ પૌઢ મહિલા આંખને ફરી કપડાથી સાફ કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઇને લોકો ઘ્રુણા પ્રગટ કરી રહયા છે પરંતુ અજીબ પ્રકારનો વીડિયો હોવાથી શેર પણ કરી રહયા છે. કેટલાક આંખને સાફ કરવાની વિચિત્ર રીતની ટીકા કરી રહયા છે. આ બરાબર નથી. અત્યંત વિચિત્ર, ઐસા નહી હો શકતા વગેરે પ્રકારની પ્રતિક્રિયા આપી રહયા છે. 


Google NewsGoogle News