Get The App

હવામાન વિભાગની 19 રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી, ગુજરાતમાં આખા અઠવાડિયાની વકી

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Heavy-Rain


Monsoon Update: દેશભરમાં ચોમાસાનો માહોલ બરોબર જામ્યો છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટનામાં 120થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઇવે પર ભૂસ્ખલનને કારણે એકનું મોત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે બીજી ઑગસ્ટ સુધી ગુજરાત સહિત 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, લો પ્રેશરનું ક્ષેત્ર પાકિસ્તાનના નીચલા ભાગથી બંગાળની ખાડી સુધી વિસ્તર્યું છે. તેની અસરથી છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત પ્રદેશ, કેરળ અને માહે, કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે. આ દરમિયાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઓડિશામાં કેટલાક સ્થળોએ મૂશળધાર અને ભારે વરસાદ થયો હતો.

આ રાજ્યમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

30મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં, પહેલી ઑગસ્ટે કોંકણ અને ગોવામાં, 31મી જુલાઈથી બીજી ઑગસ્ટ સુધી પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પહેલી અને બીજી ઑગસ્ટ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં બીજી ઑગસ્ટે ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. 

ઉત્તરાખંડમાં બીજી ઑગસ્ટ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં 31મી જુલાઈથી પહેલી ઑગસ્ટ સુધી અને હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં 31મી જુલાઈ સુધી વરસાદનું ઑરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત દક્ષિણ કર્ણાટકમાં 30મી જુલાઈ સુધી, પૂર્વોત્તર રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પહેલી ઑગસ્ટ સુધી, અરુણાચલ પ્રદેશમાં પહેલી અને બીજી ઑગસ્ટ સુધી અને ઓડિશામાં 31મી જુલાઈ અને પહેલી ઑગસ્ટ સુધી ભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ છે.

હવામાન વિભાગની 19 રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી, ગુજરાતમાં આખા અઠવાડિયાની વકી 2 - image



Google NewsGoogle News