રાજસ્થાનમાં ડેમ તૂટ્યો ને હિમાચલમાં 197 રસ્તા બંધ, 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું ઍલર્ટ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Representative image in Rain


Monsoon Update: હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

રાજસ્થાનમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 4.64 ઇંચથી વરસાદ નોંધાયો છે. ધોલપુર, કરૌલી, ભરતપુર, દૌસા, ટોંક, સવાઈ માધોપુર અને જયપુરમાં સતત વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.  સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને કારણે રણથંભોરમાં 100થી વધુ લોકો ફસાયા છે, તેમને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: મિની વેકેશનના માહોલને પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધુ, ગોવાનું એરફેર 15 હજારને પાર


હિમાચલ પ્રદેશમાં હજુ 30 લોકો ગુમ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 197 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ઉનાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. 31મી જુલાઈએ કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં ગુમ થયેલા 30 લોકોની શોધ ચાલુ છે. અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા છે. રાજ્યમાં 27 જૂનથી નવમી ઑગસ્ટ સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 110થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજસ્થાનમાં ડેમ તૂટ્યો ને હિમાચલમાં 197 રસ્તા બંધ, 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું ઍલર્ટ 2 - image


Google NewsGoogle News