Weather Update: 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, આસામમાં પૂરથી સ્થિતિ વણસી
IMD Predict For Rain : ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનથી માંડીને પૂર્વમાં બિહાર અને બંગાળ અને આસામા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં મૂશળાધાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે હજુ 4-5 દિવસ દેશભરમાં સમાન સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે આસામ તથા ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, યૂપી અને દિલ્હી સહિત 14 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આસામ અને અરૂણાચાલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ હેમંત બિસ્વસરમા સાથે વાત કરીને મદદનો વિશ્વાસ અપાવ્યો છે. સરમાએ આગામી 48 કલકા એકદમ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. અરૂણાચલમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્વ કામેંગમાં આવેલી કામેંગ નદીમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા.
હવામાન વિભાગના અનુસાર ગત 24 કલાકમાં ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલયમાં પણ મૂશળાધાર વરસાદ ખાબક્યો છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કેરલ અને કર્ણાટક સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ રાજસ્થાનમાં સોમવારે સવારે 8.30 વાગ્યા પહેલાંના 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બાંસવાડાના ઘાટોલમાં 76 મીમી તથા જાલોરના રાણીવાડામાં 71 મીમી વરસાદ નોંધાયો છે.
➡️હવામાન વિભાગે ઉત્તરાખંડ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
— DD News Gujarati (@DDNewsGujarati) July 2, 2024
➡️હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત ઉત્તર ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા#IMD #Weather #Rainfall #HeavyRain #Uttarakhand pic.twitter.com/Z8Tcw4220R
કાજીરંગા નેશનલ પાર્કમાં પૂર
આસામમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં જાનવરોને રહેવા માટે બનાવવામાં આવેલા 61 કેમ્પ ડૂબ ગયા. 12 જિલ્લામા6 ત્રણ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જંગલી જાનવર રાષ્ટ્રીય રાજમાર્ગ 715 પર પહોંચી ગયા છે. અત્યાર સુધી 60 થી વધુ લોકોના મોત થયા છે.
વિજળી પડતાં 7 ના મોત
બિહારના છ જિલ્લામાં વિજળી પડતાં 7 લોકોના મોત થયા છે. ઔરંગાબાદ જિલ્લામાં 2 અને બક્સર, ભોજપુર, રોહતાસ, ભાગલપુર અને દરભંગા જિલ્લામાં 1-1 મોત નિપજ્યા છે.
તેલંગાણામાં 4 ના મોત
તેલંગાણાના નગરકુર્નૂલના વાનાપટલા ગામમાં માટીના ઢગલા ધસી પડતાં માતા અને ત્રણ બાળકોના મોત થયા છે.
દિલ્હીમાં મૂશળાધાર વરસાદના લીધે વાદળ ફાટ્યું ન હતું
હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે 28 જૂને દિલ્હીમાં ખાબકેલા મૂશળાધાર વરસાદના લીધે વાદળ ફાટ્યું ન હતું. તે દિવસે સવારે પાંચ થી છ વાગ્યા સુધી એક કલાકમાં સફદરજંગમાં 91 મીમી વરસાદ નોંધાયો હતો.