દેશમાં 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, MP સહિત આ રાજ્યોમાં એલર્ટ, જાણો દેશભરમાં હવામાનની સ્થિતિ

દિલ્હીમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું અને મધ્યમ વરસાદ થવાની સંભાવના છે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
દેશમાં 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, MP સહિત આ રાજ્યોમાં એલર્ટ, જાણો દેશભરમાં હવામાનની સ્થિતિ 1 - image

દેશભરમાં ઘણાં રાજ્યોમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદથવાથી લોકોને ગરમીથી રાહત મળી છે. IMDએ આજે વરસાદને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ જારી કર્યું છે. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યાં આવનારા ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું

IMDના જણાવ્યા અનુસાર દિલ્હી NCRમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને ઘણાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અધિકતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત દિલ્હીમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું અને મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

ઉત્તરપ્રદેશના હવામાનમાં પલટો

ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં પણ વરસાદ ચાલુ છે. ગત 24 કલાકમાં ભારે વરસાદના કારણે યુપીમાં હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. આ સાથે 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણાં વિસ્તારો માટે એલર્ટ જારી

હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણાં વિસ્તારો માટે પણ એલર્ટ જારી કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત IMD અનુસાર રાજસ્થાન, ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરલ અને અંડમાન-નિકોબારમાં વરસાદ થવાની શક્યતા છે.  


Google NewsGoogle News