Get The App

પંજાબ-હરિયાણા સહિત 14 રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ, તાપમાન 47 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
heat-wave weather-update
Image : Pixabay

Heat Wave Warning in North India: એક તરફ દેશમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે અને અનેક રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે. તેવામાં ભારતીય હવામાન વિભાગ (IMD)એ જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશના મેદાની અને નીચલા ભાગો, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભીષણ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી કરી છે.

તાપમાન 44થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા

હાલ દદક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે દક્ષિણના રાજ્યોમાંથી થઈને ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે પહાડી રાજ્યો સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ ભારત ભારે ગરમીની ઝપેટમાં છે. જમ્મુથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધીના મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે પંજાબ અને હરિયાણા સહિત 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચારથી પાંચ દિવસ માટે હીટ વેવ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 44થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. પાંચ દિવસ પછી કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન વરસાદથી ગરમીથી થોડી રાહત મળી શકે છે.

શિમલામાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં શુક્રવારે 10 વર્ષ બાદ મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ વર્ષ 2014માં જૂન મહિનામાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું હતું. IMDએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, બિહારના બક્સરમાં સૌથી વધુ 47.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પારો 44 ડિગ્રીની આસપાસ રહ્યો છે. 

પંજાબ-હરિયાણા સહિત 14 રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ, તાપમાન 47 ડિગ્રી પહોંચે તેવી શક્યતા 2 - image


Google NewsGoogle News