હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
rain


Weather Today: ઘણા રાજ્યોએ ઓગસ્ટ મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો વટાવી દીધો છે પરંતુ વરસાદ હજુ પણ ચાલુ જ રહેશે. હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દિલ્હી-યુપીમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે આ અઠવાડિયે પણ વરસાદથી રાહત ન મળવાની આગાહી કરી છે. જોઈએ આ અઠવાડિયામાં દેશનું હવામાન કેવું રહેશે. 

દિલ્હીમાં 3 દિવસ યેલો એલર્ટ

દિલ્હીમાં મંગળવારે ઝાપટાં પડ્યા હતા તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 ઓગસ્ટથી દિલ્હીમાં ફરી એકવાર હવામાન બગડશે. IMD એ 14 થી 16 ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમજ 3 દિવસ યેલો એલર્ટ જરી કર્યું છે. 

આ પણ વાંચો: ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ પર લાગેલી 3800 લાઈટો ચોરી, કિંમત જાણીને ચોંકી જશો

આ રાજ્યોમાં આજે થશે વરસાદ

હવામાન  એજન્સી અનુસાર, આજે (14 ઓગસ્ટ) હરિયાણા, દિલ્હી, પૂર્વ અને ઉત્તર રાજસ્થાનના ભાગ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ થશે.

જયારે બિહાર, ઝારખંડ, પૂર્વોત્તર ભારત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના દક્ષિણ કાંઠા, તમિલનાડુ, લદ્દાખ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ શક્ય છે.

આ પણ વાંચો: ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી

રાજસ્થાનમાં ચોથા દિવસે પણ વરસાદની શક્યતા

રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદ ચાલુ છે અને આજે ચોથા દિવસે પણ વરસાદની સંભાવના છે. મુશળધાર વરસાદના કારણે 22 લોકોના મોત થયા હતા. બુધવારે ભરતપુર, અજમેર, જયપુર અને કોટા ડિવિઝનમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

ભારે વરસાદના કારણે હિમાચલમાં 213 રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે 213 રસ્તાઓ બંધ છે અને સ્થાનિક હવામાન કચેરીએ 19 ઓગસ્ટ સુધી રાજ્યના હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે 'યલો' એલર્ટ પણ જારી કર્યું છે.

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી 2 - image


Google NewsGoogle News