Get The App

ક્યાંક લૂ તો ક્યાંક ભયંકર વરસાદ અને હિમવર્ષાની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ...

Updated: Mar 10th, 2025


Google News
Google News
ક્યાંક લૂ તો ક્યાંક ભયંકર વરસાદ અને હિમવર્ષાની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ... 1 - image


Weather Forecast: ઈરાક પર ચક્રવાતી પરિભ્રમણ તરીકે નીચેથી ઉપરના ઉષ્ણકટિબંધીય સ્તરોમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ જોવા મળી રહ્યો છે. 10 થી 12 માર્ચ દરમિયાન તે ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધશે અને પશ્ચિમ હિમાલય વિસ્તારના રાજ્યોને અસર કરશે તેવી અપેક્ષા છે. જેની અસર અનેક રાજ્યો પર પડશે. 10 થી 12 માર્ચ દરમિયાન પશ્ચિમી હિમાલયના વિસ્તારમાં રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આશંકા છે. હોળી પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના વિસ્તારોમાં હિટવેવની આશંકા છે. ગોવા અને કોંકણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ચાલો જાણીએ દેશભરમાં હવામાન પર તેની શું અસર જોવા મળી શકે છે.

વરસાદ અને હિમવર્ષાની એલર્ટ

10 થી 15 માર્ચે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિત-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદ અથવા હિમવર્ષાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં વીજળીના ચમકારા સાથે છૂટોછવાયો હળવાથી મધ્યમ સ્તરે વરસાદ તેમજ હિમવર્ષા જોવા મળશે. ઉત્તરાખંડમાં પણ હળવાથી મધ્યમ સ્તરે વરસાદ તેમજ હિમવર્ષા થવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ઈન્દોરમાં બે જૂથ વચ્ચે હિંસા, વાહન-દુકાનોમાં તોડફોડ-આગચંપી

નોંધનીય છે કે, મેદાની વિસ્તારોમાં તેની અસર થોડા દિવસો બાદ જોવા મળશે. 12 થી 13 માર્ચ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને 13 થી 15 માર્ચ પશ્ચિમી રાજસ્થાનમાં તેમજ 15 માર્ચે પૂર્વી રાજસ્થાનમાં વાવાઝોડા તેમજ વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સિવાય 10-12 માર્ચ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય વિવિધ વિસ્તારમાં હિટવેવની સંભાવના છે. કોંકણ અને ગોવામાં પણ લૂ ની અસર જોવા મળી શકે છે. એટલે કે, હોળી પહેલાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હિટવેવની સંભાવના છે.

આ પણ વાંચોઃ રાજકીય પક્ષોને ચેકમાં દાન કરી રોકડા મેળવનારા ઈનકમ ટેક્સની રડારમાં, ધડાધડ નોટિસો ફટકારાઈ

દિલ્હીના હવામાનની સ્થિતિ

હવામાન વિભાગ અનુસાર, સોમવારે (10 માર્ચ) લઘુતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વળી, દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 11 અને 12 માર્ચે ભારે પવન સાથે હવા રહેશે તેવી પણ આશંકા છે. આ દિવસો દરમિયાન, સમગ્ર ઈન્ડો-ગંગાના મેદાનમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


Tags :
Weather-ForecastGujarat-NewsHeatwave

Google News
Google News