'ટૂંકા વસ્ત્રો પહેરવા અને બારમાં સોંગ પર ડાન્સ કરવો ગુનો નથી..', દિલ્હીની કોર્ટે 7 મહિલાને મુક્ત કરી
Image: Freepik
Delhi Court: કોર્ટે એક બારમાં અશ્લીલ ડાન્સ કરવાની આરોપી સાત મહિલાઓને મુક્ત કરી દીધી. કોર્ટે કહ્યું કે ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે મામલામાં કોઈ ગુનો થયો હતો.
ટૂંકા વસ્ત્રો પહેરવા કોઈ ગુનો નથી
ત્રીસ હજારી સ્થિત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ નીતુ શર્માએ કહ્યું કે હવે ટૂંકા વસ્ત્રો પહેરવા કોઈ ગુનો નથી અને ગીત પર ડાન્સ કરવા માટે દંડ આપી શકાય નહીં. ભલે ડાન્સ જાહેરમાં કરવામાં આવ્યો હોય.
અધિકારીએ ક્યાંય પણ આ દાવો કર્યો નથી
કોર્ટે કહ્યું કે મામલામાં પોલીસ અધિકારીએ ક્યાંય પણ એ દાવો કર્યો નથી કે ડાન્સ કોઈ અન્ય વ્યક્તિને પરેશાન કરી રહ્યો હતો. ફરિયાદી પક્ષના બે સાક્ષીઓએ પણ પોતાના નિવેદનમાં કહ્યું કે 'અમે તે સ્થળે મનોરંજન માટે ગયા હતા અને અમને મામલા વિશે કંઈ પણ ખબર નથી.'
જનતાનું સમર્થન મળ્યું નહીં
કોર્ટે કહ્યું કે એ સ્પષ્ટ છે કે પોલીસે એક કહાની રચી, પરંતુ તેને જનતાનું સમર્થન મળ્યું નહીં. આવી પરિસ્થિતિઓમાં એક વખત ભલે એસઆઇના દાવાનો સ્વીકાર કરી લેવામાં આવે પરંતુ તેનાથી ગુનાની પ્રકૃતિ સ્થાપિત થતી નથી. કોર્ટે પોલીસ દ્વારા આસપાસ હાજર અન્ય લોકોને તપાસમાં સામેલ ન કરવા પર પણ સવાલ ઉઠાવ્યા.
કોર્ટે બારના મેનેજરને પણ મુક્ત કરી દીધો, જેની પર સીઆરપીસીની કલમ 144 હેઠળ એસીપી, પહાડગંજ દ્વારા જાહેર આદેશનું ઉલ્લંઘન કરતાં બારમાં સીસીટીવી કેમેરાની યોગ્ય સારસંભાળ ન કરવાનો આરોપ હતો. કોર્ટે નોંધ્યું કે આવો કોઈ આરોપ નહોતો.
કોર્ટે કહ્યું કે ફરિયાદી પક્ષ એ દર્શાવવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું કે સૂચના ક્યારેય જાહેર થઈ હતી કે આરોપીને એસીપી દ્વારા જાહેર આદેશ વિશે જાણકારી હતી. કોર્ટે એ પણ નોંધ્યું કે એવો કોઈ આરોપ નહોતો કે સંબંધિત બાર યોગ્ય લાયસન્સ કે સરકાર દ્વારા જાહેર જોગવાઈઓ અને દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહ્યો હતો.
પહાડગંજ પોલીસે મહિલાઓ પર IPC ની કલમ 294 હેઠળ કેસ નોંધ્યો હતો, જે અનુસાર બીજાને પરેશાન કરવા માટે જાહેર સ્થળ પર કરવામાં આવેલું કોઈ અશ્લીલ કૃત્ય ગુનો હોય છે. આ મામલો એક સબઇન્સ્પેક્ટર (એસઆઇ)ની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો, જેણે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ મામલો પકડવાનો દાવો કર્યો હતો. તેનો આરોપ હતો કે જ્યારે હું બારમાં દાખલ થયો તો મે જોયું કે અમુક યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને અશ્લીલ ગીત પર ડાન્સ કરી રહી હતી.