Get The App

'અમે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું જ નામ સૂચવીશું' એનડીએની મીટ પૂર્વે જેડી (યુ), ટીડીપીની સ્પષ્ટ જાહેરાત

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
'અમે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું જ નામ સૂચવીશું' એનડીએની મીટ પૂર્વે જેડી (યુ), ટીડીપીની સ્પષ્ટ જાહેરાત 1 - image


- આ સાથે જેડી (યુ) અને ટીડીપીનાં સમર્થન અંગેની અનિશ્ચિતતા દૂર થઈ : બહુમતીથી 32 બેઠક દૂર રહેલા ભાજપની ચિંતા થોડી ઘટી

નવી દિલ્હી : અહીંના ભાજપના મુખ્ય કાર્યલયમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએની) બેઠકમાં ભાગ લેવા આવી પહોંચેલા જદ (યુ) અને ટીડીપીના નેતાઓ પૈકી જનતા દળ (યુ)ના મહામંત્રી કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે, તેઓ અને જદ (યુ)ના પ્રમુખ એનડીએની મીટીંગમાં ઉપસ્થિત રહેવાના જ છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૂચવવાના જ છીએ તેમજ તેને સમર્થન પણ આપવાના છીએ. આ સાથે ત્યાગીએ કહ્યું હતું કે, જો અમોને કહેવામાં આવશે, તો અમે સરકારમાં પણ જોડાઈશું.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ તો મંગળવારે જ જાહેરાત કરી દીધી હતી કે, અમે નરેન્દ્ર મોદીને જ સમર્થન આપવાના છીએ. તેઓ ટુંક સમયમાં જ વડાપ્રધાન પદના શપથ લેશે અને ત્રીજી વખત વડાપ્રધાન થવામાં તેઓ જવાહરલાલ નહેરૂની બરાબરી કરશે. અમોને વિશ્વાસ છે કે, તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં મહત્વના નિર્ણયો લેવાના છે. તેઓ પૂરા ઉત્સાહથી દરેકને સાથે લેવાના જ છે.

એનડીએ અને વિપક્ષ ગઠબંધન ઇન્ડિયા બંનેની આજે પાટનગરમાં બેઠક મળી હતી. જેમાં બંને જૂથોએ પોતપોતાની આગામી વ્યૂહરચના વિષે સઘન ચર્ચા કરી હતી.

આજે સવારે વિદાય લેતી કેબિનેટની મીટીંગ પણ ળી હતી. તે કેબિનેટની આ છેલ્લી મીટીંગ હતી. વિદાય લેતી કેબિનેટને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભોજન સમારંભ પણ યોજયો હતો.


Google NewsGoogle News