'400 યુનિટ મફત વીજળી આપીશું...', દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો AAPથી મોટો વાયદો
Image: Wikipedia
Delhi Assembly Elections: જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને આપ દ્વારા કરવામાં આવી રહેલી જાહેરાતોની વચ્ચે હવે પ્રદેશ કોંગ્રેસ પણ મોટો દાવ ખેલવા જઈ રહી છે. પાર્ટીનું કહેવું છે કે જો 2025માં દિલ્હીમાં અમારી સરકાર બની તો અમે 200 નહીં પરંતુ સમાજના દરેક વર્ગને 400 યુનિટ મફત વીજળી આપીશું. આપ સરકાર 200 યુનિટ જ મફત વીજળી આપી રહી છે. આવી જ રીતે કેન્દ્ર સરકારની આયુષ્માન યોજનામાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવારની સુવિધા છે, ભલે દિલ્હીમાં આ યોજના લાગુ નથી.
કોંગ્રેસ પેન્શન યોજનાનું પણ નવું ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે
કોંગ્રેસે આ રકમ પાંચ ગણી કરતાં દિલ્હીના દરેક નાગરિકનો 25 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્શ્યૉરન્સ કરાવવાની યોજના બનાવી છે. એટલું જ નહીં, કોંગ્રેસ પેન્શન યોજનાનું પણ નવું ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. જેમાં પેન્શન માટે નક્કી વય મર્યાદામાં ફેરફાર કરવામાં આવશે, તો બીજી તરફ પેન્શન રકમ વધારવાનો પ્રસ્તાવ પણ રહેશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે 400 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત મંગળવારે કરી દીધી હતી, જ્યારે અન્ય જાહેરાતો ન્યાય યાત્રા દરમિયાન બાકીના દિવસોમાં કરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: 15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ્થાનમાં સામ-સામે બે કાર વચ્ચે ભીષણ ટક્કર
દિલ્હી ન્યાય યાત્રાના બાકીના દિવસોમાં હવે દરરોજ કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે
રાજધાનીમાં સતત વધી રહેલા રાજકીય ગરમાવાની વચ્ચે પ્રદેશ કોંગ્રેસમાં પણ હલચલ વધી ગઈ છે. દિલ્હી ન્યાય યાત્રાના બાકીના દિવસોમાં હવે દરરોજ કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે, તો બીજી તરફ સપ્તાહના અંતમાં રાહુલ ગાંધી પણ આ યાત્રાનો ભાગ બની પદયાત્રા કરતાં નજર આવશે.
પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યાત્રાના પ્રથમ ત્રણ તબક્કામાં કોઈ મોટા નેતા ન આવવાના કારણે પાર્ટીના અમુક વરિષ્ઠ નેતા રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ આઠ નવેમ્બરથી દરેક વિધાનસભામાં પદયાત્રા કરીને જમીની સ્તર પર સંગઠનને મજબૂત કરવામાં લાગ્યા છે. બીજી તરફ આ નેતાઓ હાઇકમાન્ડને ફીડબેક આપતા રહ્યા કે દિલ્હીમાં હજુ કંઈ નથી. એનો અર્થ એ કે પાર્ટીના જ અમુક વરિષ્ઠ નેતાઓ સંગઠનને નબળું કરી રહ્યા છે પરંતુ રાષ્ટ્રીય રાજધાનીના બદલાયેલા રાજકીય માહોલમાં હાઇકમાન્ડના વિચારો પણ થોડા બદલાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસને સપ્તાહના અંતમાં બે વિકલ્પ આપ્યા છે, શુક્રવાર કે શનિવાર.
પ્રદેશ યુનિટ તેમને શુક્રવારે બોલાવવા જઈ રહી છે, જ્યારે સમયપુર બાદલી અને નરેલા વિધાનસભામાં પદયાત્રાનું શેડ્યુલ છે. આ દરમિયાન રાહુલની સાથે-સાથે અન્ય પણ ઘણા મોટા નેતાઓ યાત્રામાં સામેલ થશે. પાર્ટીએ ન્યાય યાત્રાના સમાપન પર પણ એક મોટો રાજકીય શો રાખવાનું આયોજન બનાવ્યું છે. સમાપન સોમવારે એટલે કે નવ ડિસેમ્બરે થશે. આ માટે તાલકટોરા સ્ટેડિયમ બુક કરાવવામાં આવી રહ્યું છે. આ સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધીની સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નવા ચૂંટાયેલા સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થાય તેવી પ્રબળ સંભાવના છે.