ભાજપ-RSSના સિદ્ધાંતો પ્રમાણે દેશને વિભાજિત નહીં થવા દઈએ : રાહુલ
- રાહુલે હોડી ચલાવી જનસંપર્ક સાધ્યો
- રાહુલે 20મીએ યાત્રા અલાપ્યુઝા તટના માછીમારો સાથે વાતચીત કરી, શરૂ કરી
થિરૂવનંતથપુરમ : પોતાની ભારત જોડો યાત્રા કેરળમાં ચાલુ રાખતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ તેવું ભારત રચવા માગે છે કે જેમાં માત્ર મુઠ્ઠીભર લોકો જ દેશ પર શાસન કરી શકે તે ધિક્કાર અને હિંસા ફેલાવવા માગે છે, પરંતુ આપણે ભાજપ-આરએસએસના સિદ્ધાંતો દ્વારા દેશને વિભાજિત નહીં થવા દઈએ.
અલાપ્યુઝામા કાનિચુકુલંગરામાં પક્ષના કાર્યકરોને સંબોધતા રાહુલે સોમવારે કહ્યું હતું કે, આ ભારત છે કે જ્યાં લાખ્ખો ને લાખ્ખો લોકો ગરીબીમાં ડૂબી રહ્યા છે. યુવાનો તેમને નોકરી મળશે કે કેમ તેનાં સ્વપ્નામાં પણ જોઈ શકતા નથી. આ ભાજપની વિચારધારા છે ? ઊંચા ભાવ અને બેકારીમાં ભારતને રાખવું નથી.
તેઓએ આ યાત્રા દરમિયાન હોડીમાં પણ મુસાફરી કરી જનસંપર્ક સાધ્યો હતો. જેમાં ઘણાઓે કેરલમાં થતા ગેરકાયદે ઉત્ખનનની ફરિયાદ પણ તેઓ સમક્ષ કરી હતી.
માછીમારો સાથેની વાતચીતમાં માછીમારોએ સતત વધી રહેલા ઇંધણના ભાવ, માછલીઓના ઘટી રહેલા પ્રમાણ, સમાજ કલ્યાણ યોજનાઓ તેમજ શિક્ષણની સુવિધાઓના અભાવ વિષે પણ ફરિયાદો કરી હતી.