અમે વિનેશ ફોગાટ પાછળ 70.45 લાખનો ખર્ચ કર્યો, કેન્દ્રીય મંત્રીના નિવેદન પછી વિપક્ષી નેતાઓ ભડક્યા

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
અમે વિનેશ ફોગાટ પાછળ 70.45 લાખનો ખર્ચ કર્યો,   કેન્દ્રીય મંત્રીના નિવેદન પછી વિપક્ષી નેતાઓ ભડક્યા 1 - image
Image Twitter 

Vinesh Phogat Disqualified: આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદે ચોમાસું સત્ર દરમિયાન સંસદમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટ મામલે સંસદમાં સરકારને ભીષમાં લીધી હતી. આ સાથે તેમણે રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં આપેલા નિવેદન પર અનેક સવાલો ઉઠ્યા હતા. 

નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદ લોકસભામાં રમત- ગમત મંત્રીના આ નિવેદન પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, અમે વિનેશ ફોગાટ પર 70 લાખ 45 હજાર રૂપિયા ખર્ચ્યા છે. રમત- ગમત  મંત્રીના આ નિવેદન પર ચંદ્રશેખર આઝાદે ગૃહમાં કહ્યું કે શું તમે દાન આપ્યું, શું તમે કોઈ ઉપકાર કર્યો? તમારી બેદરકારીના કારણે અમારે પરિણામ ભોગવવું પડ્યું. આ ઉપરાંત ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, જ્યારે તે પરત ફરે ત્યારે તેને ગૃહમાં બોલાવીને તેનું સન્માન કરવું જોઈએ. તે દેશની દીકરી અને ગોલ્ડન ગર્લ છે.

લોકસભામાં ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, જ્યારે વિનેશ ફોગટને અયોગ્ય ઠેરવવામાં આવી ત્યારે એવું લાગ્યું કે, જાણે કોઈએ છરી ઘુસાડી દીધી હોય. આજે પણ મને યાદ છે કે, મેં એ વિરોધમાં રાતો વિતાવી હતી અને 4-4 ગોળીઓ ખાધી હતી, તે દેશની સ્મિતા સાથે જોડાયેલી વાત હતી. સવાલ એ છે કે, એક ગોલ્ડ મેડલ આપણા ભારતમાં આવ્યું હોત, તો દેશનું ગૌરવ વધતુ. આ કેવી ઈ વ્યવસ્થા હતી કે તેનું વજન વધી ગયું હોવા છતાં પણ સિસ્ટમના લોકોને ખબર પણ ન પડી.

ચંદ્રશેખર આઝાદે લોકસભામાં કહ્યું કે, આ વિચારવા જેવી વાત છે, આ હરિયાણાની દીકરી નથી, કોઈ જાતિની દીકરી નથી, તે આપણા દેશની દીકરી છે. ગૃહમાં સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તમે હરિયાણા સાથે શું કર્યું, તમે હરિયાણાનું બજેટ ઘટાડી દીધું. દેશમાં સૌથી વધારે મેડલ હરિયાણા લાવે છે. 



Google NewsGoogle News