Get The App

દાદા, પિતા અને હવે હું... ત્રણ પેઢીથી અમે નથી ભર્યું વીજળીનું બિલ: મોદી સરકારના મંત્રીનું ચોંકાવનારું નિવેદન

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
દાદા, પિતા અને હવે હું... ત્રણ પેઢીથી અમે નથી ભર્યું વીજળીનું બિલ: મોદી સરકારના મંત્રીનું ચોંકાવનારું નિવેદન 1 - image


Prataprao jadhav electricity bill news: આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ 21 સપ્ટેમ્બરના રોજ એકનાથ શિંદે સરકારની નવી પહેલ 'કૃષિ વીજળી બિલ માફી યોજના' સાથે જોડાયેલા એક કાર્યક્રમ દરમિયાન એક વાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. 

વીજળી બિલ ભરવા પરના નિવેદનથી ભાજપ નેતા ચર્ચામાં

કેન્દ્રીય મંત્રી અને મોદી સરકારમાં શિવસેનાના નેતા પ્રતાપરાવ જાધવ તાજેતરમા (વીજળી બિલ પર) આપેલા એક નિવેદનને લઈને હાલમાં ભારે ચર્ચામાં છે. એક કાર્યક્રમ દરમિયાન પ્રતાપરાવ જાધવે કહ્યું હતું કે, "મેં ક્યારેય કૃષિ વીજળીનું બિલ ચૂકવ્યું નથી. તેમજ મારા પિતા અને દાદાએ પણ ક્યારેય ખેતરના કામ માટેનું વીજળી બિલ ભર્યું નથી. 

આ પણ વાંચો: તિરુપતિ પ્રસાદ વિવાદ: ભાજપ પર હિન્દુઓને ઉશ્કેરવાની ગંદી રમતનો આરોપ, 6 સવાલથી શંકા ઘેરાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ 21 સપ્ટેમ્બરના રોજ એકનાથ શિંદે સરકારની નવી પહેલ 'કૃષિ વીજળી બિલ માફી યોજના' સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં એક વાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે,

 "હું એક ખેડૂત છું, અમે છેલ્લી ત્રણ પેઢીથી બિલ ચૂકવ્યા નથી. મારા દાદાના પાણીના પંપ હજુ પણ છે. ન તો મારા દાદાએ ક્યારેય બિલ ભર્યું છે, ન મારા પિતાએ ભર્યું કે નથી મેં ક્યારેય કૃષિ વીજ બિલ ચૂકવ્યું."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ડિસ્ટ્રિબ્યુશન પેનલ બળી જાય તો, નવી પેનલ લગાવવા માટે સંબંધિત એન્જિનિયરને 1-2 હજાર રૂપિયા આપીને કરાવી દેતા હતા. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બલિરાજા 'મફત વીજળી યોજના' 2024 એવા ખેડૂતોને મફત વીજળી પૂરી પાડે છે, જેઓ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાવાળા કૃષિ પંપનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું! કાનપુરમાં ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યું, લોકો પાયલટે મારી ઈમરજન્સી બ્રેક

કોણ છે પ્રતાપરાવ જાધવ?

બુલઢાણા જિલ્લાના મહેકર નગરના વતની પ્રતાપરાવ જાધવે 1986 માં શિવસેના પાર્ટીમાં જોડાયા હતાં. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 2009 થી સતત ચાર વખત બુલઢાણા મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા છે. તેઓએ પહેલા 1995 થી 2009 સુધી ત્રણ વખત મેહકરથી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ 1997 થી 1999 સુધી મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારમાં રમતગમત, યુવા કલ્યાણ અને સિંચાઈ રાજ્ય મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું.


Google NewsGoogle News