‘ચાર વર્ષથી જેલ જેવી જિંદગી જીવી રહ્યા છે’, રાહુલ ગાંધીએ હાથરસના પીડિત પરિવાર સાથેની મુલાકાતનો શેર કર્યો VIDEO
Rahul Gandhi Shared A Video Victims Of Hathras : લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના હાથરસ ગયા હતા, જ્યાં તેમણે દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ નેતાઓ લોકસભામાં ભાષણ આપતી વખતે પીડિત પરિવારની ભયાનક સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, ‘હાથરસનો પીડિત પરિવાર ડર સાથે જીવી રહ્યો છે.’ તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો શેર કરી તેમની અને પીડિત પરિવાર વચ્ચે શું વાતચીત થઈ તેની વિગતો શેર કરી છે.
‘પીડિત પરિવાર આજે પણ દહેશતમાં જીવી રહ્યો છે’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હાથરસ દુષ્કર્મ પીડિતાના પરિવારની હતાશાનો એક-એક શબ્દો ધ્યાનથી સાંભળો અને અનુભવ કરો. તેઓ આજે પણ દહેશતમાં જીવી રહ્યા છે. તેમની સ્થિતિ જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દલિતોને ન્યાય મળવો ખૂબ જ મુશ્કેલ છે. અમે આ પરિવારની સાથે છીએ. અમે તેમના ઘરનું રિલોકેશન કરીશું અને તમામ જરૂરી મદદ કરીશું.’
પીડિત પરિવારના સભ્યોએ વ્યથા ઠાલવી
વીડિયોમાં પીડિતાના પરિવારની મહિલાઓ વાત કરતી જોવા મળી રહી છે. તેઓ કહે છે કે, તેમનો પરિવાર આજે પણ દહેશતમાં જીવી રહ્યો છે અને તેઓને ખૂબ જ પરેશાન કરાયા છે.
પરિવાની એક મહિલા કહે છે કે, અમે ચાર વર્ષથી જેલ જેવી જિંદગી જીવી રહ્યા છીએ.
પરિવારના એક વ્યક્તિ કહે છે કે, અમે બજાર અથવા ક્યાં પણ જઈએ તો અમારે CRPFના તહેનાત સૈનિકોને લેટર આપીને મંજૂરી માંગવી પડે છે.
આરોપી છૂટી ગયા, ગામમાં ફરી રહ્યા છે : પીડિતાનો પરિવાર
પીડિતાના પરિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે, ‘આરોપી છૂટી ગયા છે અને ગામમાં ફરી રહ્યા છે. એકને જેલમાં ધકેલાયો છે, બાકીના ત્રણને છોડી મૂકાયા છે.’
પરિવારે કહ્યું કે, ‘આરોપીને છોડાવવા માટે કરોડો રૂપિયાની ડીલ થઈ છે. અમે હવે આ ગામમાં રહેવા માગતા નથી.’
દુષ્કર્મ પીડિતાને પરિવારની પરવાનગી વિના જવા દેવાની ચર્ચા પર પરિવારે કહ્યું કે, ‘દેશ અને દુનિયાએ જોયું છે કે, રાત્રે બૉડી કોણે સળગાવી છે, કોણે સળગાવી નથી.’
અમે નાની જ્ઞાતિના છીએ, તેમાં અમારો શું વાંક ?
પરિવારની એક મહિલાએ કહ્યું કે, ‘અમે એવું માની રહ્યા છીએ કે, જો અમે નાની જ્ઞાતિના છીએ, તો તેમાં અમારો શું વાંક છે ? અમે પણ એક માણસ છીએ. અમે બાળકો નાના હતા, ત્યારથી પીડા અને વેદના સહન કરીને તેઓનો ઉછેર કર્યો છે. અમને કોઈ સરકાર ખવડાવવા આવતી નથી. કોઈ સરકાર તેમનો ઉછેર કરવા નથી આવતી. તેથી તેમને કોઈની બૉડી સળગાવવાનો અધિકાર પણ ન હોવો જોઈએ.’
આ પણ વાંચો : યુપીના સંભલમાં વધુ એક મંદિર બંધ હાલતમાં મળ્યું, પોલીસે તાળાં ખોલી કરી સાફ-સફાઈ
આ પણ વાંચો : વન નેશન, વન ઈલેક્શન: સમર્થનમાં 269, વિરોધમાં 198 મત, બિલ JPCને મોકલાયું