વાયનાડની મુલાકાત બાદ શશિ થરૂરે કરી એવી પોસ્ટ કે મચી ગયો હોબાળો, પછી કરવી પડી સ્પષ્ટતા

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
વાયનાડની મુલાકાત બાદ શશિ થરૂરે કરી એવી પોસ્ટ કે મચી ગયો હોબાળો, પછી કરવી પડી સ્પષ્ટતા 1 - image


Shashi Tharoor on Wayanad Landslide: કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ તબાહી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન શનિવારે (ત્રીજી ઓગસ્ટ) કોંગ્રેસના નેતા શશિ થરૂરે વાયનાડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેને લઈને હવે હોબાળો મચાવ્યો છે.

કેરળના તિરુવનંતપુરમના લોકસભા સાંસદ શશિ થરૂરે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'વાયનાડના એક યાદગાર દિવસની કેટલીક યાદો' આ પોસ્ટ કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ દુખદ ઘટના માટે 'યાદગાર' શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો:  મધ્ય પ્રદેશમાં મંદિરની દીવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

કોંગ્રેસ નેતા પર ભાજપે નિશાન સાધ્યું

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના નેતા શશિ થરૂર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે,'શશિ થરૂર માટે મૃત્યુ અને આપદાઓ યાદગાર છે.'

શશિ થરૂરે આ પોસ્ટ અંગે સ્પષ્ટતા કરી

કોંગ્રેસ નેતા શશિ થરૂરે પોસ્ટ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, એક યાદગાર વસ્તુ એવી છે જે 'યાદ રાખવાની સંભાવના છે.' તેમણે 'યાદગાર'નો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો. 

ઉલ્લેખનીય છે કે, વાયનાડના ચુરલમાલા અને મુંડક્કાઈમાં 30મી જુલાઈ ભારે વરસાદના કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 300ને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 212 મૃતદેહો અને 140 શરીરના અંગો પર પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

વાયનાડની મુલાકાત બાદ શશિ થરૂરે કરી એવી પોસ્ટ કે મચી ગયો હોબાળો, પછી કરવી પડી સ્પષ્ટતા 2 - image


Google NewsGoogle News