'ડિયર ઈન્ડિયન આર્મી...' વાયનાડમાં 9 વર્ષના બાળકનો ભાવુક પત્ર, સેનાએ આપ્યો જવાબ
Kerala Landslides: કેરળના વાયનાડમાં ભૂસ્ખલને ભારે વિનાશ સર્જ્યું છે. વાયનાડથી ભૂસ્ખલનના સામે આવેલા દ્રશ્યો કાળજા કંપાવી દે તેવા છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં આ ફોટો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ સેનાને લખેલા પત્રનો છે. કેરળની એક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા રેયાને ભારતીય સેનાને મલયમાલમમાં એક ભાવુક પત્ર લખ્યો છે. સેનાએ પણ બાળકના પત્રનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ પત્ર પર અને સેનાના જવાબ પર યુઝર્સ પણ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, મુશ્કેલ સમયમાં આવા ફોટા જોઇ આનંદ પ્રાપ્ત થાય છે.
બાળકે પત્રમાં શું લખ્યું?
રેયાને તેના પત્રમાં લખ્યું કે, 'ડિયર ઇન્ડિયન આર્મી, મારા પ્રીય વાયનાડમાં ભૂસ્ખલને ભારે વિનાશ વેર્યું છે. તમને કાટમાળમાં ફસાયેલા લોકોનો બચાવ કરતા જોઇ મને ખૂબ જ ગર્વ તેમજ ખૂશી થઇ. ભૂખ લાગે ત્યારે માત્ર બિસ્કિટ ખાઈને તમે પૂલ બનાવી રહ્યા છો. આ દ્રશ્યએ મને ખૂબ જ પ્રભાવિત અને પ્રેરિત કર્યો છે. હું પણ એક દિવસ સેનમાં સામેલ થઇ દેશની રક્ષા કરીશ.'
આ પણ વાંચોઃ ભત્રીજા આદિત્યને હરાવવા માટે રાજ ઠાકરેએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, CM શિંદેએ પણ આપ્યો સાથ
સેનાએ આપ્યો જવાબ
બાળકના પત્રનો જવાબ આપતાં ભારતીય સેનાએ X પર લખ્યું કે, પ્રીય રેયાન, 'તારા હૃદયથી નિકળેલા શબ્દો અમને સ્પર્શી ગયા છે. કપરા સમયમાં આશાનું કિરણ બનવું અમારૂં લક્ષ્ય હોય છે અને તારો આ પત્ર અમારા મિશનની પુષ્ટિ કરે છે. તારા જેવા હીરો અમને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા પ્રેરિત કરે છે. અમે એ દિવસનો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે જ્યારે તું સેનાની વર્દી પહેરીને અમારી સાથે ઉભો હોઇશ. આપણે સાથે ઉભા થઇને આપણા દેશનું ગૌરવ વધારવા કામ કરીશું. યુવાન યોદ્ધા અમને હિંમત અને પ્રેરણા આપવા બદલ તારો આભાર.'
આ પણ વાંચોઃ ભજન પર નાચતા-નાચતા ઢળી પડ્યા શિક્ષક, 10 મિનિટ CPR અપાયો પણ ન બચ્યો જીવ
વધી ગયો મૃત્યુઆંક
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. આ ભયંકર કુદરતી આપત્તિમાં મૃતકોની સંખ્યા વધીને 358 સુધી પહોંચી ગઇ છે. અગાઉ ઇસરોએ અસરગ્રસ્ત વિસ્તારોની એક સેટેલાઇટ તસવીર પણ શેર કરી હતી. જેમાં ઇસરોએ અંદાજ લગાવ્યો હતો કે કેરળમાં 13 ફુટબોલ સ્ટેડિયમના મેદાનો જેટલા ભાગમાં વિનાશ થયો છે. ભારતીય સેના સતત 6 દિવસથી બચાવ કામગીરી કરી રહી છે.