ત્રણ દિવસ સુધી જમીનમાંથી નીકળ્યું પાણી, ખેતરમાં જ બની ગયું સરોવર... આખો ટ્રક જમીનમાં સમાઈ ગયો
Image: Facebook
Water Came Out of the Ground in Jaisalmer: રાજસ્થાનના જેસલમેરમાં છેલ્લા ત્રણ દિવસથી જમીનથી નીકળી રહેલા પાણીનો પ્રવાહ સોમવારે સવારે રોકાઈ ગયો. તે બાદ જિલ્લા તંત્ર અને ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો. તેની પુષ્ટિ જિલ્લા કલેક્ટરે કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તે પ્રભાવિત વિસ્તારમાં ન જાય.
જિલ્લાના મોહનગઢ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્યુબવેલની બોરિંગ દરમિયાન જમીનથી પાણી નીકળી રહ્યું હતું. જે સોમવારની સવારે બંધ થયુ. જાણકારી અનુસાર પાણીની સાથે નીકળનારો ગેસ પણ બંધ થઈ ચૂક્યો છે. તેને લઈને જિલ્લા તંત્ર અને ઓએનજીસી સહિત ઘણી ગેસ કંપનીઓ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. કલેક્ટરે જણાવ્યુ કે વિશેષજ્ઞોની ટીમ આજે ઘટના સ્થળે જશે.
મળતી માહિતી અનુસાર વિક્રમ સિંહ ભાટી નામની વ્યક્તિ પોતાના ખેતરમાં બોરવેલનું ખોદકામ કરાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જમીન ફાટી ગઈ અને ભારે પ્રેશરની સાથે પાણી ગેસની સાથે બહાર નીકળવા લાગ્યુ. ખોદકામ કરી રહેલા મશીન અને ટ્રક જમીનમાં દફન થઈ ગયુ. પાણીની ધાર 10 ફૂટ સુધી ઊંચી હતી. આ નજારો જોઈને આસપાસના લોકો ડરી ગયા હતા. ખેડૂતના ખેતરમાં પાણી નદીની જેમ વહેવા લાગ્યુ. તંત્રએ આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દીધું અને ONGC, ઈન્ડિયન ઓયલ જેવી કંપનીઓની મદદ લીધી.
850 ફૂટ ખોદકામ બાદ અચાનક નીકળી હતી પાણીની ધાર
જાણકારી અનુસાર મશીનથી બોરવેલના લગભગ 250 મીટર (લગભગ 850 ફૂટ) ખોદકામ થઈ ચૂક્યુ હતુ, ત્યારે અચાનક જમીન ફાટી ગઈ. આ સાથે મશીન સહિત ટ્રક જમીનમાં દફન થઈ ગયુ. ટ્રકનો માત્ર બહારનો ભાગ જ નજર આવી રહ્યો હતો. આ દરમિયાન જે ખાડો પડ્યો, તેમાંથી ભારે પ્રેશર સાથે પાણી અને ગેસ નીકળવા લાગ્યો. પાણીનું પ્રેશર એટલું જોરદાર હતું કે લગભગ 10 ફૂટ ઊંચું ઉડ્યુ હતુ. આ દ્રશ્ય જોઈને ગ્રામીણો ડરીને ભાગી ગયા. પાણી એવી રીતે નીકળી રહ્યું હતું જેમ કે જ્વાળામુખીથી લાવા નીકળી રહ્યો હોય. ખૂબ ભયજનક દ્રશ્ય હતુ. જોતજોતામાં આસપાસ સમુદ્ર જેવું નજર આવવા લાગ્યું.
આ પણ વાંચો: દિલ્હીમાં ફરી ત્રિશંકુ વિધાનસભા? કોંગ્રેસ મજબૂત થવાની આશંકાથી AAP ભયભીત
ભૂગર્ભ જળ વિભાગના વિશેષજ્ઞોએ શું જણાવ્યું?
ભૂગર્ભ જળ વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. નારાયણ દાસ ઈનખિયાએ જણાવ્યું કે 'જેસલમેરમાં નહેર વિસ્તાર 27 બીડીમાં ટ્યુબવેલ માટે ખોદકામ સમયે જમીનથી અચાનક પાણી પ્રેશરની સાથે આવવાનું શરૂ થઈ ગયુ. ભૂગર્ભ વિભાગનો આ અથાગ પ્રવાહ ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં આર્ટિજન કંડીશનના કારણે થઈ શકે છે. ભૂગર્ભમાં સેન્ડ સ્ટોનમાં કોઈ દબાયેલા ભૂગર્ભજળ ભંડારમાં પંક્ચર થવા પર પાણીનો ઉછાળો થઈ શકે છે. આ ટ્રેસરી સેન્ડ સ્ટોન ફોર્મેશન છે. અહીંથી નીકળી રહેલું પાણી સ્લાઈન છે. પાણીની સાથે વ્હાઈટ કલરની સેન્ડ પણ બહાર આવી રહી છે. જે રીતે પાણીનું વહેણ નજર આવી રહ્યું છે. શક્યતા છે કે પાણીનું આ વહેણ ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે. આની પાસે જવું જોઈએ નહીં, કોઈ મોટી ઘટના થઈ શકે છે.'
અસરગ્રસ્ત વિસ્તારમાં બનાવાઈ રહી છે અસ્થાયી પોલીસ ચોકી
આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે 'વિસ્તારની આસપાસના સામાન્ય માણસોને માહિતગાર કરવામાં આવ્યા છે કે જ્યાંથી પાણીનું લીકેજ થઈ રહ્યું છે તે વિસ્તારના 500 મીટરની જગ્યામાં ન તો કોઈ વ્યક્તિ જાય અને ના પશુઓને જવા દે. ભૂગર્ભથી ગેસ નીકળી રહ્યો છે. જેના કારણે પાણી ઉછળી રહ્યું છે. ત્યાંના ટ્રકને જો હટાવવામાં આવ્યું તો ગેસનું લીકેજ વધી જશે. હાલ માહિતી જાહેર કરીને અસ્થાયી પોલીસ ચોકી લગાવાઈ રહી છે.