VIDEO : જોઈ લો રેવડી કેવી રીતે બને છે, જોઈને બંધ કરી દેશો ખાવાનું
Image Source: Instagram
નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2023 મંગળવાર
રેવડી એક મિઠાઈ છે જેને લોકો ઠંડીની સીઝનમાં ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો તેને ચા કે કોફી સાથે કે શિયાળા દરમિયાન મિત્રો અને પરિવારની સાથે બેસીને ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કેવી રીતે બને છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે જેમાંથી ઘણાએ સ્વચ્છતા વિશે ચિંતા વ્યક્ત કરી છે.
વીડિયો પર ટેક્સ્ટમાં લખેલુ છે, મને રેવડી ખૂબ પસંદ છે પરંતુ આ વીડિયો જોયા બાદ હું આને ક્યારેય ખાઈશ નહીં. વીડિયોની શરૂઆત ખાંડની ચાસણીની તૈયારી બતાવતા થાય છે. જ્યારે આ ઘાટુ થઈ જાય છે તો એક વ્યક્તિને ગ્લવ્ઝ અને માથે ટોપી પહેર્યા વિના તેને ખેંચતો જોઈ શકાય છે. જે બાદ શ્રમિકોને ખાંડની ચાસણીનો નાનો ભાગ લઈને તેને કાપતા જોઈ શકાય છે. વીડિયોમાં એક વ્યક્તિ તલ શેકતો દેખાય છે અને તેમાં ખાંડ મિક્સ કરે છે. અંતે એક વ્યક્તિ એક નાની ગોળ પ્લેટ પર ઊભા રહીને તેને ચપટુ કરતો જોઈ શકાય છે.
આ વીડિયોને 23 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે ત્યારથી 5.9 મિલિયનથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને હજુ પણ જોવાઈ રહ્યો છે. લોકો વીડિયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે.