વડાપ્રધાનના ઘરે જઈ રહ્યા હતા આ નેતાજી, ટ્રાફિક ફસાઈ ગાડી તો રોડ પર દોડવા લાગ્યા, જુઓ વીડિયો

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાનના ઘરે જઈ રહ્યા હતા આ નેતાજી, ટ્રાફિક ફસાઈ ગાડી તો રોડ પર દોડવા લાગ્યા, જુઓ વીડિયો 1 - image


MP Ravnit Bittu viral video: લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ઘણાં રાજ્યોમાં ઝટકો પડવાને લીધે આ વખતે મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરા જોવા મળી શકે છે. ત્યારે મંત્રી બનવાની યાદીમાં રવનીત બિટ્ટુનો પણ નામ સામેલ થઇ શકે તેવો અનુમાન છે. શપથ ગ્રહણ પહેલા વડાપ્રધાન આવાસ પર તમામ સંભવિત મંત્રીઓને આમંત્રિત કરાયા હતા. આ દરમિયાન રવનીત બિટ્ટુ પણ વડાપ્રધાન આવાસ તરફ જઇ રહ્યા હતા, પરંતુ તેમની ગાડી ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી. આ બાદ બિટ્ટુએ પોતાની ગાડી છોડી PM આવાસ માટે દોડ લગાવી હતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

રાહુલ ગાંધીના વિશ્વાસુઓમાં થતી હતી ગણના

રવનીત બિટ્ટુ આ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા હતા. તેઓ કોંગ્રેસ તરફથી ત્રણવાર સાંસદ રહી ચૂક્યા છે અને તેમની ગણતરી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીના વિશ્વાસુ તરીકે થતી હતી પરંતુ લોકસભા ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.

મંત્રીમંડળમાં જોવા મળશે નવા ચહેરા

આ વખતે મોદી મંત્રીમંડળમાં સહયોગી પક્ષો સહિત ભાજપમાંથી પણ ઘણા નવા ચહેરા સામેલ થઇ શકે છે. આ નવા  ચહેરાની યાદીમાં હર્ષ મલહોત્રા, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, એચડી કુમારસ્વામીના નામ સામેલ છે.



Google NewsGoogle News