રોમન કેલેન્ડરમાં એક સમયે પહેલો મહિનો માર્ચ હતો, જાણો તેનો રસપ્રદ ઈતિહાસ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
રોમન કેલેન્ડરમાં એક સમયે પહેલો મહિનો માર્ચ હતો, જાણો તેનો રસપ્રદ ઈતિહાસ 1 - image


નવી દિલ્હી, તા. 01 માર્ચ 2024 શુક્રવાર

વર્ષનો ત્રીજો મહિનો માર્ચની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનાની આજે પહેલી તારીખ છે. શું તમને ખબર છે કે માર્ચ મહિનો ક્યાંથી આવ્યો. આ કેટલો જૂનો છે. તેની કહાની શું છે. કેલેન્ડરમાં એક જમાનામાં આ પહેલો મહિનો હતો તો ત્રીજા નંબરે કેવી રીતે આવી ગયો. આમ તો માર્ચને શૂરવીરોનો મહિનો પણ કહેવામાં આવે છે. તેથી માર્ચ અને માર્ચિંગ જેવા શબ્દ જોડાયેલા લાગે છે.

હકીકતમાં માર્ચ નામ લેટિન શબ્દ માર્ટિયસથી લેવામાં આવ્યું છે, જે યુદ્ધના રોમન દેવતા માર્સનું નામ છે. માર્ટિયસ સદીઓ પહેલા મૂળ રોમન કેલેન્ડરના પહેલા મહિનાનું નામ હતું.જ્યારે રોમન કેલેન્ડરની શરૂઆત થઈ તો માર્ચ સૌથી પહેલો મહિનો હતો ત્યારે વર્ષ 12 નહીં પરંતુ 10 મહિનાનું હતું.

માર્ચની શરૂઆત ખગોળશાસ્ત્રીએ કરી હતી 

માર્ચ મહિનાને એલેક્ઝેન્ડ્રિયાના ખગોળશાસ્ત્રી સોસિજીન દ્વારા વિકસિત કરાયો હતો. રોમન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવ્યા તે પહેલા માર્ચ જ પહેલો મહિનો હતો. એ વિશે ખૂબ વિચાર કરાયો હતો કે, આ નવો મહિનો કોના નામ પર રાખવામાં આવે. પછી એવું વિચારાયું કે, આ મહિનાનું નામ એવું હોય કે સાંભળતા જ જુસ્સો આવી જાય. ત્યાર પછી એ મહિનાને યુદ્ધના દેવતા માર્સ સાથે જોડવામાં આવ્યું.

જુલિયસ સીઝરની હત્યા પણ માર્ચમાં જ થઈ 

46 ઈ.સ. પૂર્વે જુલિયસ સીઝરે આ મહિનાના નામ પર મહોર લગાવી દીધી. આ રોમન કેલેન્ડરનો પહેલો મહિનો બની ગયો. જોકે આ જ મહિનામાં જુલિયસ સીઝરની હત્યા થઈ હતી. 

કોણે માર્ચ મહિનાને ત્રીજા નંબરે ખસેડ્યો

રોમન શાસક નુમા પોમ્પિલિયસને પરંપરાગત રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીને કેલેન્ડરમાં જોડવાનો શ્રેય આપવામાં આવે છે, જેનાથી માર્ચ વર્ષનો ત્રીજો મહિનો બની ગયો. આમ તો અમુક સંસ્કૃતિઓ અને ધર્મમાં હજુ પણ પહેલી માર્ચને નવા વર્ષની શરૂઆત મનાય છે. ઈરાનમાં નવા વર્ષનો પહેલો દિવસ 21 માર્ચે મનાવાય છે. આમ તો ગ્રેગોરિયલ કેલેન્ડર અપનાવ્યા બાદ માર્ચ તે 07 મહિનામાં એક છે, જેના દિવસોની સંખ્યા 31 હોય છે. 

લશ્કરી કાર્યવાહી સાથે માર્ચનો શું સંબંધ છે?

પ્રાચીન રોમમાં માર્ચથી લશ્કરી કાર્યવાહીની સીઝનની શરૂઆત થતી હતી. અમુક લોકો કહે છે કે તેના કારણે મહિનાનું નામ માર્ચ રખાયું, જે યુદ્ધ અને માર્ચ તરફ સંકેત આપતો હતો. આમ તો માર્ચ શબ્દ જૂના ફ્રાંસીસી શબ્દ માર્ચિયરથી આવ્યો. તેનો અર્થ છે ચાલવું, આગળ વધવું જેવા થાય છે. કહેવાય છે કે, રોમન સામ્રાજ્યમાં યુદ્ધની શરૂઆત સામાન્ય રીતે માર્ચમાં થતી હતી. 

31 દિવસના મહિનામાં સારું હવામાન હોય છે 

કહેવાય છે કે માર્ચ મહિનાનો જન્મ 150 ઈ.સ પૂર્વે થયો. જોકે અમુક લોકો આને વધુ જૂનો માને છે. આમ તો માર્ચ જુલિયન અને ગ્રેગોરિયન બંને કેલેન્ડરમાં વર્ષનો ત્રીજો મહિનો છે. તેનો સમયગાળો હંમેશા 31 દિવસનો હોય છે. દુનિયાના અનેક દેશોમાં માર્ચ મહિનામાં હવામાન ખૂબ સારુ થવા લાગે છે. વસંત આવી ચૂકી હોય છે કે આવી રહી હોય છે. પૃથ્વી એક નવી આભા અને હરિયાળીની સાથે સુંદરતાની ચાદર ઓઢવા લાગે છે. આ મહિનો લોકોના મૂડને સારો કરનારો પણ મનાય છે. ભારતમાં પણ માર્ચનો મહિનો પ્રકૃતિ, વસંત અને ખેતીની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ મહિનો હોય છે. ખાસ કરીને આ મહિનામાં ભારતની પ્રકૃતિ સૌથી મોહકરૂપમાં કહેવામાં આવે છે.

વિશ્વભરની મહિલાઓ માટે ખાસ મહિનો

વિશ્વભરની મહિલાઓ માટે તો આ ખાસ મહિનો છે. આઠમી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઊજવાય છે. જો કે આ દિવસ ખૂબ સમજી વિચારીને પસંદ કરાયો છે. અમેરિકન સમાજવાદી પાર્ટીએ મહિલાઓને એક દિવસ સમર્પિત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. બાદમાં સમજી વિચારીને આઠમી માર્ચનો દિવસ પસંદ કરાયો. હવે અમુક વર્ષોથી આઠમી માર્ચને પ્રતીકાત્મક રૂપે મહિલાઓ પર થતી હિંસા સામે દિવસથી જોડવામાં આવ્યો છે.

ભારતમાં માર્ચનો મહિનો એટલે કે ઉત્સાહનો મહિનો

ભારતમાં માર્ચ મહિનો આવે ત્યારે દેશમાં ફાગણ મહિનો પણ આસપાસનો સમય હોય છે. ફાગણ ખાસ કરીને દેશમાં આનંદ અને ઉત્સાહનો મહિનો હોય છે. પર્વોનો મહિનો પણ છે. આ મહિનામાં મહાશિવરાત્રિ અને હોળી જેવા તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. દક્ષિણના રાજ્યોમાં આ મહિનામાં ઘણાં પ્રકારના પર્વ હોય છે.

આમ તો માર્ચમાં ગોળાર્ધના એશિયાઈ ભાગ તરફ દિવસ મોટા થવા લાગે છે. ઠંડી ખતમ થઈ ચૂકી હોય છે. અને હવામાન ખૂબ સંતુલિત હોય છે, જેને દરેક લોકો માટે અનુકૂળ હોય છે. 


Google NewsGoogle News