Get The App

સૈફ અલી ખાન તો નાચવા લાગ્યા, ખરેખર ચપ્પુ વાગ્યું પણ હતું કે નહીં?: ભાજપના મંત્રીનો સવાલ

Updated: Jan 23rd, 2025


Google News
Google News
Nitish Rane on Saif Ali Khan Case


Nitish Rane on Saif Ali Khan Case: અભિનેતા સૈફ અલી ખાન 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો હતો. જેમાં હવે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી નીતિશ રાણેએ સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર સવાલો ઉઠાવ્યા છે. તેણે સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું કે, 'શું હુમલો ખરેખર થયો હતો કે તે માત્ર એક્ટિંગ હતી?' એટલું જ નહીં, નીતિશ રાણેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુપ્રિયા સુલે અને જિતેન્દ્ર આવ્હાડે ક્યારેય હિંદુ કલાકારોની પરવા નથી કરી, તેઓ માત્ર ખાન કલાકારોની જ ચિંતા કરે છે.

ભાજપના મંત્રી નીતિશ રાણેનો સવાલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિશ રાણેએ રેલીમાં કહ્યું, 'જુઓ બાંગ્લાદેશીઓ મુંબઈમાં શું કરી રહ્યા છે. તેઓ સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશ્યા હતા. પહેલા તેઓ રસ્તાના ચોક પર ઉભા રહેતા હતા, હવે તેઓ ઘરોમાં પ્રવેશવા લાગ્યા છે. કદાચ તેઓ તેને (સૈફ) લેવા આવ્યા હતા. આ સારું છે, કચરો સાફ કરવો જોઈએ. મેં જોયું કે જ્યારે તે હૉસ્પિટલમાંથી બહાર આવ્યો, ત્યારે મને શંકા હતી કે તેને ખરેખર ચપ્પુ વાગ્યું પણ હતું કે તે એક્ટિંગ કરી રહ્યો છે?  ચાલતી વખતે તે ડાન્સ કરી રહ્યો હતો. જ્યારે પણ શાહરૂખ ખાન કે સૈફ અલી ખાન જેવો કોઈ ખાન ઘાયલ થાય છે, ત્યારે દરેક તેની વાત કરવા લાગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂત જેવા હિન્દુ અભિનેતાને હેરાન કરવામાં આવે છે ત્યારે કોઈ કંઈ કહેવા માટે આગળ આવતું નથી.'

સુપ્રિયા સુલે અને જિતેન્દ્ર આવ્હાડ પર પણ પ્રહાર કર્યા 

સુપ્રિયા સુલે અને જિતેન્દ્ર આવ્હાડ પર પ્રહાર કરતા નીતિશ રાણેએ કહ્યું કે, 'જિતેન્દ્ર આવ્હાડ અને બારામતીના તાઈ સુપ્રિયા સુલે કંઈ બોલવા આગળ આવ્યા નથી. તેને માત્ર શાહરૂખ ખાનના પુત્ર, સૈફ અલી ખાન અને નવાબ મલિકની જ ચિંતા છે. શું તમે તેમને ક્યારેય કોઈ હિન્દુ કલાકારની ચિંતા કરતા જોયા છે? તમારે લોકોએ આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ.'

સૈફ અલી ખાન તો નાચવા લાગ્યા, ખરેખર ચપ્પુ વાગ્યું પણ હતું કે નહીં?: ભાજપના મંત્રીનો સવાલ 2 - image


Tags :
saif-ali-khan-casenitish-rane

Google News
Google News