વક્ફ બોર્ડની બેઠકમાં ભાજપ-તૃણમૂલ નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, કલ્યાણ બેનર્જીને કરાયા સસ્પેન્ડ
TMC MP Kalyan Banerjee Injured : વક્ફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા કલ્યાણ બેનર્જી અને ભાજપ સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. જે દરમિયાન કલ્યાણ બેનર્જી ઈજાગ્રસ્ત થઈ ગયા. જેપીસીની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી દરમિયાન કલ્યાણ બેનર્જીએ પાણીના કાચની બોટલ ફોડી નાખી, જેને લઈને તેમના હાથમાં ઈજા થઈ અને તેમને હાથમાં ચાર ટાંકા આવ્યા છે.
JPCથી સસ્પેન્ડ થયા TMC સાંસદ
JPCની બેઠક દરમિયાન અથડામણ બાદ કલ્યાણ બેનર્જી પર એક્શન લેવાયા છે. જેમાં TMC સાંસદ કલ્યાણ બેનર્જીને સસ્પેન્ડ કરાયા છે.
આ પણ વાંચો : શું રાજ્યસભામાં વક્ફ બિલ પસાર કરાવી શકશે મોદી સરકાર? જાણો NDA પાસે કેટલું છે સંખ્યાબળ
સ્થિતિ તણાવભરી થતા થોડા સમય માટે બેઠકને અટકાવી દેવાઈ. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, કલ્યાણ બેનર્જીએ અચાનક બોટલ ઉઠાવી અને ટેબલ પર ફોડી નાખી. જેનાથી તેમને ઈજા પહોંચી છે.
આ પણ વાંચો : મમતા, યોગી કે તેજસ્વી... કોનો કેટલો દબદબો? પેટા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની અગ્નિ પરીક્ષા